Gold Sovereign Bondમાં આજથી રોકાણ કરવાની તક, છેલ્લા બે વર્ષમાં એવરેજ 20 ટકા રિટર્ન છૂટ્યું
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો ત્રીજો તબક્કો (Third Tranche) આજે ખૂલ્યો છે. જેમાં 22 ડિસેમ્બર સુધી રૂ. 6199 પ્રતિ ગ્રામ ઈશ્યૂ કિંમતે રોકાણ કરી શકાશે. સોવરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂની નિર્ધારિત કિંમત સામે વર્તમાન સોનાનો ભાવ 10 ટકા વધુ છે.
છેલ્લા બે નાણાકીય વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને એવરેજ 20 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સરકારી સિક્યુરિટીઝ સાથે લિંક્ડ સોનુ છે. જે રોકાણકારોને ફિઝિકલ ગોલ્ડને બદલે સુરક્ષિત પેપર બોન્ડ મારફત ખરીદવાની તક આપે છે. જેની મેન્ચ્યોરિટી પર રોકડમાં રકમ પરત મેળવી શકે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના લાભ
બેન્કો, નિર્ધારિત પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જીસ મારફત સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. જે સોવરિન ગેરેંટી દ્વારા ક્રેડિટના નીચા જોખમ સાથે સુરક્ષિત રોકાણ સુનિશ્ચિત કરે છે. જેમાં વ્યાજ મારફત પણ કમાણી કરી શકાય છે. સોનાના અન્ય રોકાણની તુલનાએ સોવરિન ગોલ્ડ બોન્ડ માર્જિન સાથે 2.5 ટકા વ્યાજ પણ ચૂકવે છે. ફિઝિકલની તુલનાએ સુરક્ષિત સોનુ ખરીદી બજારમાં હેજિંગ માટે ઉપયોગી છે.
નિષ્ણાતો ગોલ્ડ-ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રસ ધરાવતા લોકો માટે SGBsની હિમાયત કરે છે. મોટા રોકાણકારો 4 કિલો સુધી મહત્તમ રોકાણ કરી શકે છે. જ્યારે રિટેલ રોકાણકારો 1 ગ્રામ સોનાની ખરીદીથી શરૂઆત કરી શકે છે.
SBI સિક્યોરિટીઝના ચીફ બિઝનેસ ઓફિસર સુરેશ શુક્લાએ જણાવ્યું હતું કે, “આવનારી SGB રોકાણની આકર્ષક તક રજૂ કરે છે. કરની અસરો પણ SGB રોકાણકારોની તરફેણ કરે છે, જેમાં વ્યાજની ચૂકવણી કરપાત્ર હોય છે જ્યારે મેચ્યોરિટી પર નફો કરમુક્ત રહે છે. વધુમાં, SGBs ફિઝિકલ સોનાના સંગ્રહ અંગેની ચિંતાઓને દૂર કરે છે, જે ડિમટીરિયલાઈઝ્ડ (ડીમેટ) સ્વરૂપમાં છે.
છેલ્લા બે વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ પર રિટર્ન
FY22 and FY23 | Issue Date | Issue Price (₹) | Current Price (₹) | Returns |
2021-22, Series I | May 25, 2021 | 4,777 | 5,926 | 24.05% |
2021-22, Series II | June 1, 2021 | 4,842 | 5,926 | 22.39% |
2021-22, Series III | June 8, 2021 | 4,889 | 5,926 | 21.21% |
2021-22, Series IV | July 20, 2021 | 4,807 | 5,926 | 23.28% |
2021-22, Series V | August 17, 2021 | 4,790 | 5,926 | 23.72% |
2021-22, Series VI | September 7, 2021 | 4,732 | 5,926 | 25.23% |
2021-22, Series VII | November 2, 2021 | 4,761 | 5,926 | 24.47% |
2021-22, Series VIII | December 7, 2021 | 4,791 | 5,926 | 23.69% |
2021-22, Series IX | January 18, 2022 | 4,786 | 5,926 | 23.82% |
2021-22, Series X | March 8, 2022 | 5,109 | 5,926 | 15.99% |
2022-23, Series I | June 28, 2022 | 5,091 | 5,926 | 16.40% |
2022-23, Series II | August 30, 2022 | 5,197 | 5,926 | 14.03% |
2022-23, Series III | December 27, 2022 | 5,409 | 5,926 | 9.56% |
2022-23, Series IV | March 14, 2023 | 5,611 | 5,926 | 5.61% |
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)