Stock Watch: LICનો શેર આજે 7 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો, મિનિમમ શેર હોલ્ડિંગમાં ફેરફારની અસર
LIC Stock Return
લિસ્ટિંગ | 875.45 |
ઈશ્યૂ પ્રાઈસ | 949 |
IPO રિટર્ન | -19.44% |
વાર્ષિક રિટર્ન | 12% |
હાઈ-લો રિટર્ન | 54.66% |
અમદાવાદ, 22 ડિસેમ્બરઃ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC Stock)નો શેર આજે 7.3 ટકા ઉછાળા સાથે 820.05ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ 25 ટકા કરવાની મર્યાદામાં વધારો જણાવી રહ્યા છે.
LIC share અગાઉના ₹764.55ના બંધ સામે ભાવ ₹805.05 પર ખુલ્યા બાદ થોડીક ક્ષણોમાં જ 7.3 ટકા વધી તેની 52-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. જે 11.26 વાગ્યે 4.64 ટકા ઉછાળા સાથે 800 પર ટ્રેડ થઈ રહ્યો હતો. LICના શેરના ભાવમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. જેની સામે ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ સમાન સમયગાળામાં 16 ટકાથી વધુ ઉછળ્યો છે.
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) હવે મે 2032 સુધીમાં મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) 25 ટકા હાંસલ કરી શકે છે કારણ કે સરકારે આ સંબંધિત નિયમોમાં રાહત આપતાં મુદ્દત લંબાવી છે. એલઆઈસીએ ગુરુવાર, 21 ડિસેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જોને નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આર્થિક બાબતોના વિભાગે ‘જાહેર હિતમાં’ નિર્ણય લીધો છે, જે લિસ્ટિંગ તારીખથી 10 વર્ષની અંદર 25 ટકા એમપીએસ હાંસલ કરવા માટે છૂટ આપી છે. અર્થાત મે, 2023 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે.
અગાઉ અહેવાલ આપ્યો હતો કે, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ MPS મર્યાદા હાંસલ કરવા માટે લાર્જ-કેપ કંપનીઓને પાંચ વર્ષનો સમય આપ્યો હતો. જો કે, સરકારે જીવન વીમા કંપની માટે 25 ટકા પબ્લિક ફ્લોટ મુક્તિને પાંચ વર્ષથી વધુ લંબાવવા મંજૂરી આપી છે.
“ઇશ્યુ પછીની માર્કેટ કેપિટલ ₹100,000 કરોડથી વધુ હોય તેવા ઇશ્યુઅર્સ માટે, મિનિમમ પબ્લિક ફ્લોટની જરૂરિયાત પોસ્ટ-ઇશ્યૂ માર્કેટ કેપિટલના 10 ટકાથી ઘટાડીને ₹10,000 કરોડ ઉપરાંત ₹100,000 કરોડથી વધુની વધારાની રકમના 5 ટકા કરવામાં આવશે.”
LICએ 17 મે, 2022ના રોજ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેણે 2027 સુધી 25 ટકા MPS નિયમને પૂર્ણ કરવાની જરૂર હતી. જો કે, સરકારે તેના માટે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપનીને 10 વર્ષની મુદ્દત મંજૂર કરી છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)