IPOની મુખ્ય બાબતો
IPO ખૂલે છેએપ્રિલ 30, 2024
IPO બંધ થાય છેમે 03, 2024
ઇશ્યૂ પ્રાઇઝરૂ. 60 પ્રતિ શેર
ઇશ્યૂ સાઇઝ25 લાખ શેર – રૂ. 15 કરોડ
લોટ સાઇઝ2000 શેર્સ
લિસ્ટિંગ ક્યાં થશેબીએસઈ SME પ્લેટફોર્મ

અમદાવાદ, 28 એપ્રિલ: ડોલ્ફિન બ્રાન્ડ સ્ટેઇનલેસ સ્ટીલ કૂકવેર અને અપ્લાયન્સિસ તથા વિવિધ રેન્જના સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના નિર્માતા અમદાવાદ સ્થિત સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 15 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. IPOમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 25 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 60 (ઇક્વિટી શેર દીઠ રૂ. 50ના પ્રિમિયમ સહિત)ની કિંમત ફિક્સ કરી છે. ઇશ્યૂમાંથી થનારી રૂ. 15 કરોડની આવકમાંથી કંપની રૂ. 6 કરોડ કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે, રૂ. 4 કરોડ પેટાકંપનીમાં રોકાણ માટે, રૂ. 2 કરોડ મશીનરીની ખરીદી કરવા તથા રૂ. 2 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેથી અરજી દીઠ કુલ રોકાણ રૂ. 1.2 લાખ થાય છે. IPO માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.

પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 30 એપ્રિલે ખૂલશે અને 3 મેના રોજ બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ મશીનરીની ખરીદી, પેટાકંપનીમાં રોકાણ કરવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે કરવામાં આવશે.

લીડ મેનેજરઃલિસ્ટિંગઃ
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ આ ઇશ્યૂની લીડ મેનેજર છે.કંપનીને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે.

સાઇ સ્વામી મેટલ્સ અને એલોય્ઝ લિમિટેડ વ્યાપક શ્રેણીની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે કંપનીની પ્રોડક્ટ લાઇનમાં ડિનર સેટ્સ, એસ.એસ. કેસરોલ્સ, એસ.એસ. મલ્ટી કડાઈ, એસ.એસ. વોટર બોટલ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ શીટ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ સર્કલ્સ અને વિવિધ વાસણો જેવા વિવિધ કિચનવેરનો સમાવેશ થાય છે. ડોલ્ફિન બ્રાન્ડ કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપીની સ્ટેઇનલેસ સ્ટીલ કિચનવેર પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ માટે જાણીતી છે. 3 ડિસેમ્બર, 2023ના રોજ કંપની 6 ડિસ્ટ્રીબ્યુટર્સ અને 150થી વધુ સબ-ડીલર્સ/સ્ટોકિસ્ટ/રિટેલર્સનું નેટવર્ક અને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાં વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે.

સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિપુણ અનંતલાલ ભગતે જણાવ્યું હતું કે “માર્કેટિંગમાં તેની નમ્ર શરૂઆતથી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવા તથા પડકારોનો સામનો કરવા સુધી કંપનીની ગુણવત્તા અને નવીનતા માટેની પ્રતિબદ્ધતા અદ્વિતીય છે અને સ્ટેઇનલેસ સ્ટીલ ઉદ્યોગમાં ડાયનેમિક કંપની તરીકે ઊભરી આવી છે. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિની વ્યૂહરચના એ રીતે અમલમાં મૂકી શકીશું જેથી ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ પૂરી પાડતી વખતે તમામ હિસ્સેદારો માટે અભૂતપૂર્વ મૂલ્યનું સર્જન થઈ શકે.”

કંપનીની ડોલ્ફિન બ્રાન્ડ સફળતાની મશાલ તરીકે ઊભી છે જે ગુજરાતના માર્કેટમાં કંપનીની સ્થિતિસ્થાપકતા તથા મજબૂત અસર દર્શાવે છે. કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપી કૂક વેર્સ, કિચનવેર અને કટલરીમાં 1,200 અલગ અલગ મોડલ સાથે વિવિધ રેન્જનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 1.79 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 33.33 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણવર્ષની નફાકારકતા રૂ. 3.83 લાખ અને આવક રૂ. 6.27 કરોડ હતી. ડિસેમ્બર 2023ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 6.64 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 2.53 કરોડ, એસેટ બેઝ રૂ. 26.17 કરોડ અને આરઓએનડબ્લ્યુ 27.02 ટકા હતી. કંપનીના શેર બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)