સેન્સેક્સમાં 141 પોઇન્ટનું કરેક્શન,નિફ્ટી નોમિનલ સુધર્યો
અમદાવાદ, 20 જૂનઃ મેટલ, ઓઇલ અને ગેસ અને રિયલ્ટી શેરોની આગેવાની ભારતીય શેરબજારોમાં આજે પણ સુધારો રૂંધાવા સાથે બંધ સમયે, સેન્સેક્સ 141.34 પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 77,478.93 પર અને નિફ્ટી 51 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 23,567 પર હતો. ઓટો, ફાર્મા અને પીએસયુ બેન્કના શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1 ટકાનો ઉમેરો થયો હતો. ભારતીય રૂપિયો ગુરુવારે 83.45 ના બંધની સામે ડોલર દીઠ 83.64 ના રેકોર્ડ નીચા સ્તરે સમાપ્ત થયો હતો.
ટોચના નિફ્ટી ગેઇનર્સઃ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલ
ટોચના નિફ્ટી લૂઝર્સઃ હીરો મોટોકોર્પ, સન ફાર્મા, એમએન્ડએમ, એનટીપીસી અને વિપ્રો
200થી વધુ શેર્સ વર્ષની ટોચેઃ BSE પર શ્રીરામ ફાઇનાન્સ, JSW સ્ટીલ, ભારત ફોર્જ, દીપક નાઇટ્રાઇટ, L&T ફાઇનાન્સ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, મેક્સ હેલ્થકેર, ઇન્ડિયન હોટેલ્સ, ફેડરલ બેંક, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, યુએનઓ મિંડા, આદિત્ય બિરલા કેપિટલ સહિત 200 થી વધુ શેરો તેમની 52-સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.
ટેકનિકલ એનાલિસિસઃ નિફ્ટી માટે 23800- 2400 આગેકૂચ જાળવી રાખે તેવી શક્યતા
20 જૂનના રોજ રેન્જબાઉન્ડ સત્ર હોવા છતાં નિફ્ટી 50 23,500 માર્ક પર જાળવવામાં સફળ રહ્યો. ઇન્ડેક્સ પાછલા દિવસની રેન્જમાં ટ્રેડ થયો પરંતુ તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો, મોમેન્ટમ ઇન્ડિકેટર્સ (RSI અને MACD)માપોઝિટિવ ટ્રેન્ડ રહ્યો હતો. વલણ બુલ્સની તરફેણ કરે તેવી શક્યતા છે. નિફ્ટી 23,800-24,000 ઝોનને ટાર્ગેટ કરતી ઊંચી બાજુએ સંભવિત બ્રેકઆઉટ સાથે, આગામી સત્રોમાં કોન્સોલિડેશન ચાલુ રહેવાની ધારણા છે, જ્યારે 23,400 તાત્કાલિક નિર્ણાયક સપોર્ટ વિસ્તાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)