હિન્દી ડાયલોગ “ઇશ્ક હૈ તો રિસ્ક હૈ” સહી કે….

warren buffettના આ ક્વોટ સહી…

Risk comes from not knowing what you are doing (જોખમ તમે શું કરી રહ્યા છો તે ન જાણવાથી આવે છે)

Never invest in a business you cannot understand (એવા વ્યવસાયમાં ક્યારેય રોકાણ ન કરો જે તમે સમજી શકતા નથી)

રાકેશ ઝૂનઝૂનવાલાનું હોલ્ડિંગ ધરાવતી કંપનીઓમાં રોકાણ જાળવશો કે વેચી દેશો?

ભારતીય શેરબજારોમાં નાણા રોકવા માટે આવતાં નવાણિયાઓને તેમની આસપાસના વર્ગ જેવાં કે પાનના ગલ્લેથી, શેરબ્રોકરની ઓફીસમાંથી, સગાં- સંબંધીઓ તરફથી ગળથૂથીમાં જ શિખવવામાં આવે છે કે, જેમાં બીગબુલ ઉર્ફે ઓપરેટર અથવા તો શેરને ચલાવતા એચએનઆઇ ઇન્વેસ્ટર્સ પડે તે શેરમાં આસમાની- સુલતાની જોવા મળે. આપણે પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લેવાના. હમણાં જ એક પિક્ચર કે સિરિયલમાં પણ (વ્હોટ એવર ઘટ ઈઝ..) ડાયલોગ હતો કે, “ઇશ્ક હૈ તો રિસ્ક હૈ”

એચએમ, એનએમ, બીગ બુલ, આરઝેડ, ડીકે, જીકે, એમએમ જેવાં સંખ્યાબંધ માર્કેટ મેકર્સ અને બ્રેકર્સ આવીને ગયા. તે પૈકી સ્વ. રાકેશ ઝૂનઝૂન વાલા એવાં બિગબુલ હતાં કે જેમણે ફન્ડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં ફેન્સી ખડી કરીને પોતે પણ કમાયા અને ગામને પણ કમાવાનો મોકો આપ્યો. તેમના સ્વર્ગારોહણ પછી મિડિયામાં સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન એક જ છે કે, તેમણે જે કંપનીઓના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તેમાં આપણે પણ કર્યું હોય તો અથવા કરવા માગતાં હોય તો શું કરવું.?

સ્વ. ઝૂનઝૂનવાલાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલી ટોપ-10 કંપનીઓ ફન્ડામેન્ટલ્સ, ફેન્સી સહિતના તમામ આસ્પેક્ટ્સથી જોઇએ તો મજબૂત ઇતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. શેરબજારમાં ચાલતી સ્ટોક સ્પેસિફિક ફેન્સીમાં ક્યારેક ચડાવ-ઉતાર આવે પણ ખરાં, માત્ર તેટલાંજ સમયગાળા દરમિયાન જો તમે ખરીદી-વેચાણ કરો છો તે માત્ર અને માત્ર સટ્ટો જ છે. પરંતુ જો લાંબાગાળાનું મૂડીરોકાણ કરવા માગતાં હોય તો ઝૂનઝૂનવાલાની જેમ તમે પણ એનાલિસિસના આધારે આગળ વધી શકો છો. સ્વ. ઝૂનઝૂનવાલા એ વાતને સારી રીતે જાણતા હતા કે….. એવા વ્યવસાયમાં ક્યારેય રોકાણ ન કરો જે તમે સમજી શકતા નથી.

બિઝનેસ માંધાતા સ્વ. ધીરૂભાઇ અંબાણીને યાદ કરો!!

શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. ધીરૂભાઇ અંબાણીએ રોકાણકારોને શેરબજારમાં મૂડીરોકાણ માટે સિંહફાળો આપ્યો છે. તેમના સમયમાં જો તેમને છીંક આવે તો પણ બજારમાં મોટી ઊથલ- પાથલ થઇ જતી. સૌને એક જ સવાલ હતો કે, તેમના ગયા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ભાવિ કેવું હશે. આજે મુકેશ અંબાણી અને તેમના સંતાનોએ જે રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના રોકાણકારોને જે રીતે સમૃદ્ધ બનાવ્યા છે તે જ દર્શાવે છે કે, શો મસ્ટ ગો ઓન… અર્થાત્ સારું છે તે ટકી જ રહેવાનું છે અને તકલાદી હશે તે તૂટી જ જવાનું છે…. માટે પોર્ટફોલિયો સર્જનમાં ઝૂનઝૂનવાલાનું અનુસરણ કરવું અનુકરણ નહિં….

રાકેશ ઝૂનઝૂનવાલાનું હોલ્ડિંગ ધરાવતી TOP- 10 કંપનીઓ

કંપનીસ્ટેક (ટકા)
સ્ટાર હેલ્થ ઇન્સ્યો.14.39
નઝારા ટેકનોલોજી10.03
ફોર્ટિસ હેલ્થ4.23
ટાઇટન3.98
તાતા મોટર્સ ડીવીઆર2.95
ક્રિસિલ2.92
ફેડરલ બેન્ક2.63
કેનરા બેન્ક1.96
ઇન્ડિયન હોટલ્સ1.11
તાતા મોટર્સ1.09