અમદાવાદ, 16 ઓગસ્ટઃ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરને MSCI એ તેમની સમીક્ષામાં સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. MSCIનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ US $ 2.2 બિલિયન એકત્ર કરવા માટે QIP લોન્ચ કરવા જઈ રહ્યું છે.  MSCI દ્વારા સમીક્ષાના કારણે MSCI કવરેજમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનું વેઇટેજ વધશે. વળી અદાણી જૂથની કંપનીઓનું વેઇટેજ વિદેશી રોકાણની મર્યાદાને અનુરૂપ રહેશે. ઈન્ડેક્સ પ્રોવાઈડરના જણાવ્યા અનુસાર આ નિર્ણય ગ્રૂપની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના તથાકથિત રિસર્ચ રિપોર્ટને મોરેશિયસથી પણ નિરાશા સાંપડી છે. મોરેશિયસ સરકારે હિંડનબર્ગના દાવાઓને જડમૂળથી નકાર્યા છે. મોરેશિયસના ફાઇનાન્સિયલ સર્વિસીસ કમિશને (FSC) જણાવ્યું હતું કે તે અમારા દેશના કાયદામાં શેલ કંપનીઓને કામ કરવાની મંજૂરી નથી હોતી. FSC એ ઉમેર્યુ હતું કે, “હિન્ડેનબર્ગ રિપોર્ટમાં જણાવેલા આઇપીઇ પ્લસ ફંડ સાથે મોરેશિયસને કોઈ લેવાદેવા નથી.

FSCના જણાવ્યા અનુસાર, “મોરેશિયસ વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ માટે મજબૂત માળખું ધરાવે છે. FSC દ્વારા લાઇસન્સ પ્રાપ્ત તમામ વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓએ નાણાકીય સેવા અધિનિયમની કલમ 71 અનુસાર ચાલુ ધોરણે મુખ્ય જરૂરિયાતો પૂરી કરવી જરૂરી છે, જેનું મૂલ્યાંકન નિયમનકાર દ્વારા કરવામાં આવે છે. “તેનું કડક નિરીક્ષણ કરવામાં આવે છે.” ભવિષ્યની સમીક્ષાઓમાં અદાણી ગ્રૂપના શેરનો સમાવેશ કરવા MSCIનું તાજેતરનું પગલું પણ વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ ઊભું કરવામાં જૂથને નોંધપાત્ર સફળતા પ્રદાન કરી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)