સેગિલિટી ઇન્ડિયાનો IPO 5 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 28- 30
ઇશ્યૂ ખૂલશે | 5 નવેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 7 નવેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 28-30 |
લોટ સાઇઝ | 500 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 702199262 |
ઇશ્યૂ સાઇઝ | રૂ.2106.60 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
BUSINESSGUJARAT.IN RATING | 5.5/10 |
અમદાવાદ, 31 ઑક્ટોબર: Sagility India, US હેલ્થકેર ઉદ્યોગમાં ગ્રાહકોને ટેક્નોલોજી લક્ષી બિઝનેસ સોલ્યુશન્સ અને સેવાઓ આપે છે , તેણે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 28/- થી રૂ. 30/-ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઑફર”) મંગળવાર, નવેમ્બર 05, 2024, સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 07 નવેમ્બર, 2024 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 500 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 500 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરવાની રહેશે. IPO એ સંપૂર્ણ રીતે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર સેજીલિટી B.V. દ્વારા 702.20 મિલિયન ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ છે. આ ઓફરમાં કર્મચારી માટે હિસ્સો આરક્ષીત કરાયો છે, જેમાં બિડ કરવા લાયક કર્મચારીઓ માટે રૂ. 2નું ડિસ્કાઉન્ટ સામેલ છે. આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનવ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 75%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 10% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
Sagility India એ સંપૂર્ણ હેલ્થકેર કેન્દ્રિત સેવાઓ આપતી કંપની છે, અને તેના ગ્રાહકોમાં પેયર્સ (યુ.એસ. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ, જે આરોગ્ય સેવાઓના ખર્ચને ધિરાણ આપે છે અને ભરપાઈ કરે છે) અને પ્રદાતાઓ (મુખ્યત્વે હોસ્પિટલો, ચિકિત્સકો અને ડાયગ્નોસ્ટિક અને મેડિકલ ડિવાઈસ કંપનીઓ)નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024 માં, સેજિલિટીએ પેયર ક્લાયન્ટ્સને 105 મિલિયન ક્લેમની પ્રક્રિયા કરવામાં અને 75 મિલિયનથી વધુ સભ્યો અને પ્રદાતાની ક્રિયાપ્રતિક્રિયાઓનું સંચાલન કરવામાં મદદ કરી હતી. તે US હેલ્થકેર એન્ટરપ્રાઇઝિસને પૂરી પાડતી ભારત અથવા વિદેશમાં તુલનાત્મક કોઈ સૂચિબદ્ધ નથી. 30 જૂન, 2024 સુધીમાં, સેજિલિટીએ 35,858 લોકોને રોજગારી આપી હતી, જેમાં 60.52% મહિલાઓ હતી. 30 જૂન 2023માં આ સંખ્યા 33,575 હતી.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
નાણાકીય વર્ષ 2024 દરમિયાન કામગીરીમાંથી Sagility Indiaની આવક ગત વર્ષના રૂ. 4,218.41 કરોડથી 12.69% વધીને રૂ. 4,753.56 કરોડ થઈ છે, જેનું મુખ્ય કારણ હાલના ગ્રાહકોના વોલ્યુમમાં વૃદ્ધિ અને નાણાકીય વર્ષ 2024 દરમિયાન નવા SOW ના ઉમેરાને કારણે છે. ટેક્સ પછીનો નફો નાણાકીય વર્ષ 2023 માટે રૂ. 143.57 કરોડથી 58.99% વધીને નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 228.27 કરોડ થયો છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં, કામગીરીમાંથી આવક રૂ. 1,223.33 કરોડ અને કર પછીનો નફો રૂ. 22.29 કરોડ રહ્યો હતો.
લીડ મેનેજર્સ
ICICI સિક્યોરિટીઝ, IIFL સિક્યુરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા, JP મોર્ગન ઈન્ડિયા બુક-રનિંગ લીડ મેનેજર્સ છે
લિસ્ટિંગઃ
એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)