સુરત, 19 નવેમ્બર: કિંમતી રત્નોની અગ્રણી ડીલર Starlineps એન્ટરપ્રાઇઝ લિમિટેડે  સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય પર્ફોર્મન્સની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા છ મહિના (નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા) માટે સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ રૂ. 6.10 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1.54 કરોડના ચોખ્ખા નફા કરતાં 298 ટકા વધારે હતો. કંપનીએ સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 41.70 કરોડની આવક નોંધાવી હતી જે ગત વર્ષના આ જ સમયગાળામાં રૂ. 12.84 કરોડની આવક કરતાં 225 ટકા વધુ હતી. 14 નવેમ્બર, 2024ના રોજ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 267.42 કરોડ હતું.

ParticularsQ2H1
FY25FY24Change %FY25FY24Change %
Revenue24.439.07169%41.7012.84225%
PAT3.251.22167%6.101.54298%

કંપનીએ નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 3.25 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1.22 કરોડના ચોખ્ખા નફા કરતાં 167 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 24.43 કરોડની આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 9.07 કરોડ કરતાં 169 ટકા વધુ હતી.

કંપનીએ તાજેતરમાં 1:5ના બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે એટલે કે સંપૂર્ણપણે ચૂકવાયેલા રૂ. 1ની ફેસ વેલ્યુના દરેક 5 (પાંચ) વર્તમાન ઇક્વિટી શેર માટે સંપૂર્ણપણે ચૂકવાયેલો રૂ. 1ના ફેસ વેલ્યુનો 1 (એક) બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે. કંપનીએ પોસ્ટલ બેલેટ અને અન્ય જરૂરી મંજૂરીઓ દ્વારા શેરધારકોની મંજૂરીને આધીન રહીને શેર દીઠ રૂ. 5માંથી શેર દીઠ રૂ. 1માં  શેર સ્ટોક વિભાજનને પણ મંજૂરી આપી હતી (રેશિયો 5:1). કંપનીનું માર્કેટ કેપ રૂ. 391 કરોડ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)