INTERNATIONAL GEMMOLOGICAL INSTITUTEનો રૂ.4225 કરોડનો IPO 13 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.397-417
ઇશ્યૂ ખૂલશે | 13 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 17 ડિસેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ. 397- 417 |
લોટ સાઇઝ | 35 શેર્સ |
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | રૂ. 39.7- 41.7 |
ઇશ્યૂ સાઇઝ | ₹4,225.00 Cr |
ઇશ્યૂ સાઇઝ | 101,318,944 શેર્સ |
લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ INTERNATIONAL GEMMOLOGICAL INSTITUTE (INDIA) (ઈન્ડિયા) લિમિટેડ (IGI) શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024ના રોજ શેરદીઠ રૂ. 374-417ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રૂ. 42,250 મિલિયન (રૂ. 4,225 કરોડ)ના મૂલ્યના (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં રૂ. 14,750 મિલિયન (રૂ. 1,475 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેર દીઠ રૂ. 39.7થી રૂ. 41.7ના ડિસ્કાઉન્ટ સહિતનો પ્રાઇઝ બેન્ડ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં ભાગ લઈ રહેલા લાયક ઠરેલા કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે . બિડ્સ લઘુતમ 35 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 35 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
ઇશ્યૂ યોજવાના મુખ્ય હેતુઓ એક નજરેઃ કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ પ્રમોટર તરફથી આઈજીઆઈ નેધરલેન્ડ્સ ગ્રુપ અને આઈજીઆઈ બેલ્જિયમ ગ્રુપના હસ્તાંતરણ માટે ખરીદીની કિંમત ચૂકવવા માટે અંદાજિત રૂ. 13,000 મિલિયન (રૂ. 1,300 કરોડ) અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. વેચાણ માટેની ઓફરમાં બીસીપી એશિયા II ટોપકો પીટીઈ લિમિટેડ દ્વારા રૂ. 27,500 મિલિયન (રૂ. 2,750 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
બ્લેકસ્ટોનના પ્રાઇવેટ ઇક્વિટી એશિયાના હેડ અમિત દિક્ષીતે જણાવ્યું હતું કે જ્યારે અમે બે વર્ષ પહેલાં પ્રથમ વખત કંપનીમાં રોકાણ કર્યું હતું ત્યારે અમે જાણતા હતા કે યોગ્ય સંસાધનો અને એક્સેસ સાથે તેહમાસ્પની કારભારી હેઠળ તેની પાસે જબરદસ્ત સંભાવના છે. અમે મેનેજમેન્ટ ટીમ સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું અને આઈજીઆઈમાં ભારે રોકાણ કરીશું તથા તેની બજારની અગ્રણી સ્થિતિને વધુ મજબૂત બનાવીશું.
આઈજીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેહમાસ્પ પ્રિન્ટરે જણાવ્યું હતું કે શરૂઆતથી અમારું વિઝન આ વ્યવસાયને વૈશ્વિક નેતૃત્વમાં વિકસાવવાનું છે. અમે ભારતમાં પ્રથમ મૂવર્સ છીએ. અમને બ્લેકસ્ટોનનું સમર્થન પ્રાપ્ત છે.
બ્લેકસ્ટોનના વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ મહેતાએ જણાવ્યું હતું કે, આઈજીઆઈ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે અને તે આનાથી વધુ સારા સમયે ન આવી શકી હોત. બે વર્ષથી ઓછા સમયમાં અમે લેબ ગ્રોન ડાયમંડ્સના સર્ટિફિકેશનમાં ગ્લોબલ લીડર તરીકે તથા અન્ય સેગમેન્ટ્સમાં વધુને વધુ સ્પર્ધાત્મક કંપની તરીકે આઈજીઆઈની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરી છે.
લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)