અમદાવાદ, 17 ડિસેમ્બરઃ વાસુ હેલ્થકેરની સ્થાપના 1980માં વડોદરામાં વિઠ્ઠલદાસ ઉકાણી, હરિભાઈ પટેલ અને જયંતિભાઈ ઉકાણી એ કરી હતી. આ ત્રણ ભાઈઓએ આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનને આધુનિક જીવનશૈલી સાથે જોડીને આરોગ્ય માટે એક નવી દિશા આપવાનો વિચાર કર્યો. શરૂઆતમાં કંપની આરોગ્ય અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવામાં વ્યસ્ત હતી, જેમ કે આયુર્વેદિક ક્રીમ, તેલ અને સિરપ. કંપનીનું મુખ્ય પ્રોડક્ટ ત્રિચપ બ્રાન્ડનું હેર ઓઇલ  અને હેર કેર પ્રોડક્ટ્સ છે, જે આરોગ્યપ્રેમીઓમાં ખાસ લોકપ્રિય છે. ત્રિચપને આધુનિક અને પરંપરાગત ઉપચારના મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે, જેના પરિણામે હેરકેર સેગમેન્ટમાં કંપનીએ અનોખું સ્થાન મેળવ્યું છે.

આજે આપણે વાસુ હેલ્થકેરના એક કો ફાઉન્ડર વિઠ્ઠલદાસ ઉકાણીની વાત કરીએ. રાજકોટથી મેટ્રિક પાસ થયા બાદ એલ એમ ફાર્મસી કોલેજમાં થી બી ફાર્મ કર્યું. હર્બલ મેડિસિનની રુચિને કારણે તેમને આગળના અભ્યાસમમાટે આયુર્વેદિક પસંદ કર્યું. બાદમાં ઓલ ઇન્ડિયા આયુર્વેદિક મહાસંમેલન  દિલ્હી દ્વારા તેમને વેદાચાર્ય  તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા. વર્ષોની મહેનત અને તપસ્યાને ફળસ્વરૂપ હિન્દી સાહિત્યસભા દ્વારા ” આયુર્વેદ રત્ન તરીકે પણ નવાજવામાં આવ્યા.

વિઠ્ઠલભાઈની મહેનત અને ભાઈઓના સહયોગથી વ વાસુ હેલ્થકેરે તેના ઉત્પાદનોની શ્રેણી વધારી છે, જેમાં સ્કિનકેર, બેબી કેર, પર્સનલ કેર અને વેલનેસ માટેના પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ સાથે, કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને તેના ઉત્પાદનો આજના દિવસે 50થી વધુ દેશોમાં નિકાસ થાય છે. આ વૈશ્વિક ઉપસ્થિતિને કારણે કંપની ભારતની આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સના પ્રતિનિધિત્વ માટે જાણીતી બની છે.

લેખકઃ ભાવેશ ઉપાધ્યાય, મેનેજમેન્ટ/ એચઆર એક્સપર્ટ છે ubhavesh@hotmail.com

2019માં વાસુ હેલ્થકેરે ન્યૂટ્રાસ્યુટિકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. વાસુ ન્યૂટ્રા બ્રાન્ડ હેઠળ કંપનીએ ઇમ્યુનિટી બૂસ્ટર્સ અને પાચન શક્તિ સુધારવાના ઉપાય જેવા ઉત્પાદનો રજૂ કર્યા, જે પ્રિવેન્ટિવ હેલ્થકેર માટે મહત્વપૂર્ણ સાબિત થયા. કોવિડ-19 મહામારીના સમયમાં આ પ્રોડક્ટ્સની માંગ વધી હતી, અને આ બ્રાન્ડે કંપનીને નવી ઊંચાઈ પર પહોંચાડવા સહાય કરી. આ પ્રોડક્ટ્સ વૈજ્ઞાનિક રીતે પરીક્ષિત અને રિસર્ચ આધારિત છે, જે આરોગ્ય માટે સુરક્ષિત છે.

વિઠ્ઠલભાઈના શબ્દોમાં વાસુ હેલ્થકેરની સફળતા પાછળ તેનું આધુનિક ઉત્પાદન અને સંશોધન કેન્દ્ર છે. વિઠ્ઠલભાઈ પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના મિશ્રણ દ્વારા  ઉત્તમ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સ બનાવે છે. સંશોધન અને વિકાસ વિભાગ દ્વારા નવા આયુર્વેદિક ઉપાય શોધવામાં સતત પ્રયાસ થાય છે, અને આ પ્રદાન નાનામાં નાની વિગતો સુધી ધ્યાન આપે છે.

કંપનીના સંચાલનમાં આજે નવી પેઢીના હાર્દિક ઉકાણી, સાગર પટેલ. મિત  ઉકાણી, નીલ ઉકાણી અને તુષાર ઉકાણીનો મોટો ફાળો છે, જેઓ આ ઉદ્યોગને નવી દિશા આપી રહ્યા છે. પરંપરાગત મૂલ્યો પર આધારિત કંપનીમાં સંચાલન દ્વારા નવી ટેકનોલોજી અને વૈશ્વિક બજારના અભિગમનો સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીના આગામી ઉદ્દેશ્યમાં નવું વૈશ્વિક વિસ્તરણ કરવું અને આરોગ્યના ક્ષેત્રે નવીનતા લાવવી છે.

વાસુ હેલ્થકેર એ માત્ર એક કંપની નથી, પરંતુ આરોગ્ય અને સુખાકારી માટેના ઉદ્દેશ સાથે કાર્યરત સંગઠન છે. તેનું કામ પર્યાવરણ મૈત્રીપૂર્ણ પદ્ધતિઓ અપનાવવું અને કંપનીના સ્ટાફ અને ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓ પૂરું પાડવું છે. આ કંપની આજે એક ઉદાહરણરૂપ ઉદ્યોગ તરીકે ઉભરી છે, જે દર્શાવે છે કે કઇ રીતે પ્રાચીન પરંપરાઓ અને આધુનિક ટેકનોલોજીનો સંયોગ આરોગ્યને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.

વિઠ્ઠલભાઈ એક સફળ ઉદ્યોગપતિ  હોવા ઉપરાંત તેઓ એક વિનમ્ર સ્વભાવ માટે જાણીતા છે. તેઓ એક સારા વક્તા અને લેખક પણ છે. શ્રીમંત ભાગવત ગીતા અને અને શ્રી કૃષ્ણના અનેક પુસ્તકના અભ્યાસે વિઠ્ઠલભાઈ પોતાના જીવનમાં અને કંપનીના કર્મચારીઓમાં શ્રેષ્ટ  આપવાની ભાવના કેળવાય તેવો પ્રયત્ન તેમેણે  કર્યો છે .

વિઠ્ઠલભાઈ  જોડેથી નીચે મુજબનું શીખી શકાય

1. સંશોધન અને કંઈક નવું આપવાની ભાવના જ તમને બીજા કરતા અલગ તારવે છે

2.  તમે ગમે તેટલા સફળ બનો પરંતુ તમારા પગ જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ

3.  વ્યક્તિ કરતા સંસ્થાને મહત્વ આપવું

4.  તમારી સરળ પ્રકૃતિ જ તમને સારા લીડર બનાવી શકે છે .

5.  સફળતા ત્યારે જ મળશે જયારે તમે એક ટિમ વર્ક અને લગનથી કામ કરશો