અમદાવાદ, 2 જાન્યુઆરીઃ ડ્રગની શોધ, વિકાસ અને ઉત્પાદનમાં સંપૂર્ણ સંકલિત કામગીરી ધરાવતી તથા ઇનોવેશન-સંચાલિત અને ટેક્નોલોજી-કેન્દ્રિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝએશન (સીઆરડીએમઓ) Anthem Biosciences લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 3,395 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે.

વર્ષ 2006માં સ્થાપિત આ કંપની ભારતમાં બે કાર્યરત ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, યુનિટ I (બોમસાન્દ્રા) અને યુનિટ II (હરોહલ્લી), બંને કર્ણાટકમાં છે જેની કુલ વાર્ષિક કસ્ટમ સિન્થેસિસ ક્ષમતા અને ફર્મેન્ટેશન ક્ષમતા 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ અનુક્રમે 270 kL અને 142 kL  છે. હરોહલ્લીમાં ત્રીજી ઉત્પાદન સુવિધા – યુનિટ III બાંધકામ હેઠળ છે અને વર્ષ 2025 ના પહેલા ભાગમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે.

એન્થમના બિઝનેસમાં સીઆરડીએમઓ સેવાઓ અને સ્પેશિયાલિટી ઇન્ગ્રેડિએન્ટ્સનું ઉત્પાદન અને વેચાણ સામેલ છે. તે ન્યૂ કેમિકલ એન્ટિટી (એનસીઇ) અને ન્યૂ બાયોલોજિકલ એન્ટિટી (એનબીઇ) લાઇફસાઇકલમાં સીઆરડીએમઓ સેવાઓની વ્યાપક, સંકલિત અને અત્યંત કસ્ટમાઇઝ કરી શકાય તેવી શ્રેણી પ્રદાન કરે છે. તે RNAi, એડીસી, પેપ્ટાઇડ્સ, લિપિડ્સ અને ઓલિગોન્યુક્લિયોટાઇડ્સ જેવી વિવિધ પદ્ધતિઓ અને ફ્લો કેમિસ્ટ્રી, એન્ઝાઇમેટિક પ્રક્રિયાઓ, બાયોકેટાલિસિસ અને ફર્મેન્ટેશન જેવી ઉત્પાદન તકનીકોમાં મજબૂત હાજરી ધરાવે છે, જે ડ્રગ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજી ક્ષમતાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.

નાણાકીય વર્ષ 2024માં તેની કામગીરીમાંથી આવકો 34.3 ટકા વધીને રૂ. 1,419 કરોડ થઇ છે, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 1,056 કરોડ હતી. 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે પીએટી રૂ. 367 કરોડ હતો.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યુરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે.

ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)