અમદાવાદ, 26 માર્ચ: ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ (જીઈજી)નો ભાગ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે અમદાવાદમાં જેની અત્યંત આતુરતાથી પ્રતીક્ષા થઈ રહ હતી તે Advantis IoT9 સ્માર્ટ લૉકના લોન્ચની આજે જાહેરાત કરી હતી. સ્માર્ટ લૉક તેના આધુનિક ફીચર્સ, 9 એક્સેસ મૉડ્સ અને Internet of Things (IoT) ટેક્નોલોજીના સરળ ઇન્ટિગ્રેશન સાથે હોમ સેફ્ટીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. Advantis IoT9 હવે સમગ્ર અમદાવાદમાં 75થી વધુ રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ રહેશે જે સુનિશ્ચિત કરે છે કે રહીશો પાસે આ નવીનતમ હોમ સેફ્ટી સોલ્યુશનની સરળ પહોંચ છે. હાલ, સમગ્ર ગુજરાતમાં ડિજિટલ લૉક્સ ઓફર કરતા લગભગ 350 રિટેલ આઉટલેટ્સ છે. Advantis IoT9 ની કિંમત રૂ. 67,900 રાખવામાં આવી છે.