અમદાવાદ, સાઓ જોસ દો રિઓ પ્રેટો, 19 એપ્રિલઃ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડની મેડિકલ ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં નિપુણતા ધરાવતી સંપૂર્ણ માલિકીની પેટા કંપની ઝાયડસ મેડટેક પ્રાઇવેટ લિમિટેડે બ્રાઝિલ સ્થિત ઇનોવેટિવ કાર્ડિયોવાસ્ક્યુલર ડિવાઇસ મેન્યુફેક્ચરર Braile Biomédica Indústria, Comércio e Representações Ltda., (Braile Biomedica) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો હેતુ સમગ્ર યુરોપ, ભારત અને અન્ય પસંદગીના બજારોમાં તેની Transcatheter Aortic Valve Implantation (TAVI)  ટેકનોલોજીને એક્સક્લુઝિવ રીતે કોમર્શિયલાઇઝ કરવાનો છે.  ગ્લોબલ TAVI માર્કેટનું કદ હાલ 6 અબજ યુએસ ડોલર જેટલું છે જેમાં આયોર્ટિક સ્ટેનોસિસના વધી રહેલા કિસ્સા તથા મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક પ્રોસીજર્સ માટેની વધતી માંગના લીધે મજબૂત વૃદ્ધિ જોવાઈ રહી છે.

ઝાયડસ મેડટેક તેના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી પોર્ટફોલિયોને સક્રિયપણે વિકસાવી રહી છે અને બ્રેઇલ બાયોમેડિકાની આધુનિક બલૂન-એક્સપાન્ડેબલ TAVI સિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારોમાં રજૂ કરશે અને તેની વ્યાપારિક તથા નિયમનકારી નિપુણતાનો લાભ લેશે. કાર્ડિયોવાસ્ક્યુલર ઇનોવેશનમાં, ખાસ કરીને લેટિન અમેરિકામાં, પુરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવતી બ્રેઇલ બાયોમેડિકા  આ બજારોમાં પ્રોડક્ટનું ઉત્પાદન અને સપ્લાય કરશે.

ઝાયડસ મેડટેકના માર્કેટિંગ અને નિયમનકારી મજબૂતાઈ તેમજ બ્રેઇલ બાયોમેડિકાની ગહન ટેક્નોલોજીકલ નિપુણતા વચ્ચેનો તાલમેલ આ જીવનરક્ષક થેરાપીને વૈશ્વિક સ્તરે અપનાવવાને વેગ આપે તેવી સંભાવના છે. આગામી ત્રણ વર્ષમાં આ ભાગીદારીનો ઉદ્દેશ કરાર હેઠળ આવરી લેવાનાર પ્રદેશોમાં આગામી વર્ષથી શરૂ થતા મજબૂત ક્લિનિકલ રિસર્ચ પ્રોગ્રામ દ્વારા સમર્થિત શ્રેણીબદ્ધ નવા ઇનોવેશન લોન્ચ કરવાનો છે.

ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે અમે વિશ્વભરમાં આધુનિક અને ક્રિટિકલ કાર્ડિયોવાસ્ક્યુલર કેરની એક્સેસને વિસ્તારવા તથા દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવા માટે બ્રેઇલની સાથે છીએ. આ નવીનતમ અને અત્યાધુનિક ટેક્નોલોજી મિનિમલી ઇન્વેઝિવ અપ્રોચ પૂરો પાડશે જેનાથી દર્દીઓને ઝડપી રિકવરી, હોસ્પિટલમાં ઓછું રોકાણ અને જીવનની ઘણી સારી ગુણવત્તા પણ પ્રાપ્ત થશે.

બ્રેઇલ બાયોમેડિકાના સીઈઓ પેટ્રિસિયા બ્રેઇલે જણાવ્યું હતું કે કાર્ડિયોવાસ્ક્યુલર ઇનોવેશન પ્રત્યે દાયકાઓ સુધીના સમર્પણના પરિણામે મેળવાયેલી અમારી TAVI ટેક્નોલોજીને નવા ખંડો સુધી પહોંચતી જોઇને અમારો એ હેતુ પૂર્ણ થતો જણાય છે જેણે અમને લગભગ 50 વર્ષોથી આગળ વધવાની પ્રેરણા આપી છે.