India Warehousing Market Report 2022
વેરહાઉસિંગ: ટોચના 8 શહેરોમાં વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન 62% 5.13 કરોડ ચોરસ ફૂટ
મુંબઈ: ઈ-કોમર્સના વધતાં વ્યાપના પગલે વેરહાઉસિંગ માર્કેટ ઝડપથી ગ્રોથ કરી રહ્યા છે. દેશના ટોચના આઠ શહેરોમાં ગત નાણાકીય વર્ષે રેકોર્ડ 51.3 મિલિયન ચોરસફૂટ વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન નોંધાયા હતા. જે ગતવર્ષ કરતાં 62% વધ્યા છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ ‘ઈન્ડિયા વેરહાઉસિંગ માર્કેટ રિપોર્ટ–2022’માં જણાવ્યા અનુસાર, ગુજરાતે તેના અગ્રણી ચાર વેરહાઉસિંગ બજારોમાંથી 7 મિલિયન ચોરસ ફૂટ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ્સ રેકોર્ડ કર્યા છે. જેમાં અમદાવાદમાં ભાડેપટ્ટે વેરહાઉસિંગની માગ 81% વધી છે.
ટોચના ચાર શહેરોમાં વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન વોલ્યૂમ Mn ચોરસફૂટમાં
FY 2022 FY 2021
City | Transactions in mn sq ft | % Change YoY | Transactions in mn sq ft |
Ahmedabad | 5.3 | 81% | 2.9 |
Surat | 0.9 | 5% | 0.83 |
Vadodara | 0.5 | 17% | 0.45 |
Vapi | 0.3 | -52% | 0.63 |
Total | 7.0 |
અમદાવાદમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં માગ વધુ
અમદાવાદમાં વેરહાઉસિંગ લિઝિંગની કુલ માગના 29% માગ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળી હતી. 3PL અને રિટેલ સેક્ટરમાં 19% અને 16% ટ્રાન્જેક્શન થયા હતાં. અસલાલી, ચાંગોદરમાં આવેલા વેરહાઉસિંગ ક્લસ્ટર્સ કુલ માગના 43% માગ પૂરી પાડે છે. અમદાવાદમાં વેરહાઉસિંગના ભાડાનો દર ચોરસફૂટ દીઠ રૂ. 194થી 269 પ્રતિ માસ રહ્યો હતો.
સુરતમાં વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન 4 ગણા વધ્યા
સુરતમાં વેરહાઉસિંગ ટ્રાન્જેક્શન 3.9 ગણા વધ્યા છે. જ્યાં રિટેલ સેક્ટરમાં સૌથી વધુ 46% ટ્રાન્જેક્શન થયા હતા. 3PLમાં 28% અને ઈ-કોમર્સમાં 23% વોલ્યૂમ નોંધાયા હતા.
ટોચના આઠ શહેરોમાં વેરહાઉસિંગ માર્કેટની ડિમાન્ડ
શહેર | 2021-22 | વૃદ્ધિ |
નવી દિલ્હી | 9.1 | 32% |
મુંબઈ | 8.6 | 48% |
પુણે | 7.5 | 166% |
બેંગ્લોર | 5.9 | 38% |
હૈદરાબાદ | 5.4 | 128% |
અમદાવાદ | 5.3 | 81% |
ચેન્નઈ | 5.1 | 44% |
કોલકાતા | 4.3 | 41% |
કુલ | 51.3 | 62% |
વધતો જીડીપી અને માગ માર્કેટને વેગ આપશે
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને એમડી શિશિર બૈજલે જણાવ્યુ હતુ કે, “ભારતમાં સંગઠિત વેરહાઉસિંગ સેક્ટરનો ઊંચો વૃદ્ધિ દર તેના વધતા GDP અને કન્ઝ્યુમરની માગનું પરિણામ છે. ભારતમાં વેરહાઉસ લીઝિંગ પ્રી-કોવિડ સ્તરથી વધ્યું છે. વેરહાઉસ અસ્કયામતોની માલિકી, વિકાસ અને સંચાલનમાં સતત વધી રહેલા સંસ્થાકીય હિત દ્વારા ઈન્ડસ્ટ્રીને ટેકો મળશે. રોકાણના સંદર્ભમાં, વેરહાઉસિંગ સેક્ટરમાં આ વર્ષે પ્રથમ છ માસમાં કુલ 1.2 અબજ ડોલરનું ખાનગી રોકાણ થયું હતું. જે વર્ષના અંતે બમણુ થવાનો આશાવાદ છે. ગતવર્ષે 1.3 અબજ ડોલરનું રોકાણ થયું હતું.