HDFC બેંકે ફેસ્ટિવ ટ્રીટ્સ 2025નો શુભારંભ કર્યો
અમદાવાદ, 09 સપ્ટેમ્બર: એચડીએફસી બેંકે તેના વાર્ષિક ફેસ્ટિવ ટ્રીટ્સ 2025 કેમ્પેઇનનો શુભારંભ કરવાની જાહેરાત કરીને દેશની ખરીદીની સીઝનની શરૂઆત માટેનો તખ્તો તૈયાર કરી દીધો છે. આ ભારતવ્યાપી બોનાન્ઝા, કાર્ડ્સ, લૉન, પેઝૅપ અને ઇઝીઈએમઆઈ પર 10,000થી વધુ ઑફર્સ લઈને આવ્યો છે, જેનાથી ગ્રાહકો માટે તહેવારોની ખરીદી વધુ પરવડે તેવી અને લાભદાયક બની રહેશે.
હાઇલાઇટ્સઃ
- અભૂતપૂર્વ બચત: રાષ્ટ્રીય, પ્રાદેશિક અને હાઇપરલૉકલ પાર્ટનરોની સાથે 10,000થી વધુ વિશેષ ડીલ્સ.
- ધિરાણના વ્યાપક ઉકેલો: એચડીએફસી બેંકના કાર્ડ્સ મારફતે પરવડે તેવા ધિરાણની સુવિધા; પર્સનલ, કાર, ટૂ-વ્હીલર, બિઝનેસ લૉન; ઇઝીઈએમઆઈ, પેઝૅપ, વગેરે.
- હાઇપરલૉકલ ઍક્સેસ: આઑફર્સ 4,000થી વધુ શહેરો અને નગરોમાં ઉપલબ્ધ છે, જે સમગ્ર ભારતના બજારોમાં ઊંડી પહોંચની ખાતરી કરે છે.
બેંક એક્સપ્રેસ પર્સનલ લૉન, બિઝનેસ લૉન, કાર લૉન, ટૂ-વ્હીલર લૉન, હૉમ લૉન, ગોલ્ડ લૉન, એગ્રી લૉન, કૉમર્શિયલ વાહનો, ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, બચત ખાતાં, પેઝૅપ, જામીનની સામે લૉન, પ્રોપર્ટીની સામે લૉન જેવી અન્ય બાબતો સહિત વિવિધ ઉત્પાદનો પર ઘણી બધી ઑફર્સ ધરાવે છે. ગ્રાહકોને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ્સ અને કાર્ડ્સ પર ઇઝીઈએમઆઈ દ્વારા કરવામાં આવતી તહેવારોની ખરીદી પર ₹50,000 સુધીની બચત કરવાની તક મળશે. બેંકે જે કેટલીક અગ્રણી બ્રાન્ડ્સની સાથે સહભાગીદારી કરી છે, તેમાં એલજીનો સમાવેશ થાય છે, જેની મદદથી ગ્રાહકો કાર્ડ્સ પર ઇઝીઈએમઆઈ મારફતે ₹50,000 સુધીનું કૅશબૅક મેળવી શકે છે અને વળી આવી બ્રાન્ડ્સમાં ગૂગલ પિક્સેલનો પણ સમાવેશ થાય છે, જે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ્સ અને કાર્ડ્સ પર ઇઝીઈએમઆઈ દ્વારા ખરીદી કરવા પર ₹10,000 સુધીનું કૅશબૅક આપે છે. ફેસ્ટિવ ટ્રીટ્સની ઑફર્સ પરિધાનો, ઇલેક્ટ્રોનિક્સ, ડાઇનિંગ, પ્રવાસ અને જ્વેલરી જેવા અન્ય ઘણાં ઉત્પાદનો પર લાગુ થાય છે.
ઓનમથી શરૂઆત કર્યા પછી ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દુર્ગા પૂજા અને ત્યાર પછી દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને આ વર્ષની આવૃત્તિ તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવી રહી છે. આ અભિગમ એ વાતની ખાતરી કરે છે કે, જે-તે રાજ્યના ગ્રાહકો સમયસર અને સુસંગત રીતે આ ઑફરોનો લાભ લઈ શકે.
HDFC BANK આ ફેસ્ટિવ કેમ્પેઇન માટે તેની 9,499 શાખાઓ, 21,251 એટીએમ અને 6 લાખથી વધુ મર્ચંટ અને ડીલર ટચપોઇન્ટ્સના વ્યાપક નેટવર્કનો લાભ ઉઠાવશે. આ ઑફરોને ગ્રાહકોની નજીક લઈ આવવા માટે બેંક રીટેલ કેન્દ્રો, રહેણાંક સંકુલો અને ઑફિસોમાં 37,000થી વધુ ઑન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
