MILKYMIST એ ગ્રાહકોને GSTના લાભો આપ્યાં
અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ (MILKYMIST)એ આજે તેની પ્રોડક્ટ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી છે, જેથી તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) દરોમાં સુધારાના લાભો ગ્રાહકોને આપી શકાય અને સાથે જ સુનિશ્ચિત કરી શકાય કે દૂધ પ્રાપ્તિના ભાવમાં વધારા દ્વારા ખેડૂતોને સીધો સપોર્ટ મળી રહે.
GST દરોમાં સુધારા બાદ મિલ્કી મિસ્ટે 300થી વધુ પ્રોડક્ટ કેટેગરીમાં મહત્તમ રિટેઇલ પ્રાઇઝિસ (એમઆરપી)માં ઘટાડો કર્યો છે, જેથી ગ્રાહકો ગુણવત્તા સાથે બાંધછોડ કર્યાં વગર નીચી કિંમતોનો લાભ લઇ શકે. ઉદાહરણ તરીકે પનીર ઉપરનો દર 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો હોવાથી તે વધુ સસ્તું બન્યું છે. આજ પ્રકારે ચીઝ, બટર, ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવી પ્રોડક્ટ્સ ઉપરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હોવાથી નોંધપાત્ર બચત થઈ છે. આઈસ્ક્રીમ અને ચોકલેટ પણ બહોળા સમૂહ માટે વધુ સુલભ બન્યા છે કારણ કે તેની ઉપરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

મિલ્કી મિસ્ટ દ્વારા કિંમતોમાં સુધારો GST દરોમાં સુધારાના લાભો મળી રહે તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મોટાભાગની કેટેગરીમાં ગ્રાહકોને લાભો આપવામાં આવે છે ત્યારે પનીર જેવી કેટલીક પ્રોડક્ટ્સ ઉપર ઇનપુટ મટિરિયલ ખર્ચની અસર જોવા મળે છે. જીએસટી દરોમાં સુધારા સાથે લાભનો કેટલોક ભાગ (અંદાજે 1-2 ટકા) કંપની દ્વારા પ્રોડક્ટની ઉપલબ્ધતા અને ગુણવત્તા જાળવવા માટે પોતાની પાસે રખાયો છો.
ગ્રાહકોને સપોર્ટ કરવાની સાથે-સાથે મિલ્કી મિસ્ટે 1 સપ્ટેમ્બરથી દૂધ પ્રાપ્તિની કિંમતોમાં 3.5 ટકા સુધીનો વધારો કર્યો છે તેમજ જીએસટી સુધારા બાદ તેમાં વધુ 3.5 ટકાનો વધારો કર્યો છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે ખેડૂતોને સુધરાનો સીધો લાભ મળી રહે તેમજ તેમની ટકાઉ આજીવિકાને બળ મળી હહે. આ અભિગમ સૂચવે છે કે ખેડૂતો બજારમાં ગતિવિધિઓનો સીધો લાભ મેળવે તેમજ મજબૂત ખેત સમુદાયની રચનામાં યોગદાન આપી શકાય. કંપની વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં જીએસટીના લાભો ગ્રાહકોને આપી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
