APM ટર્મિનલ્સ પિપાવાવ અને ONGCએ ભાગીદારી કરી
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (જીપીપીએલ)એ ભારતના પશ્ચિમી દરિયાકાંઠે પિપાવાવ બંદર ખાતે ઓફશોર ઓઇલ અને ગેસ લોજિસ્ટિક્સ બેઝની સ્થાપના કરવા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) સાથે પાંચ વર્ષ માટે કરાર કર્યો છે. તાપ્તી અને કચ્છમાં ઓએનજીસીના મહત્વપૂર્ણ ઓઇલ ફિલ્ડ્સની નજીક પિપાવાવની ઉપસ્થિતિનો લાભ લેતાં આ સહયોગ ઓફશોર કામગીરીને સપોર્ટ કરવા માટે સુરક્ષિત, વિશ્વસનીય અને સુસજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયો છે, જે ભારતના ઉર્જાક્ષેત્ર પ્રત્યેની તેની લાંબાગાળાની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.
આ નવો કોન્ટ્રાક્ટ અંતર્ગત એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ઓએનજીસીના વ્યૂહાત્મક સપ્લાય બેઝ પાર્ટનર તરીકે ભૂમિકા નિભાવશે તથા ભારતની ઉર્જા સુરક્ષાને આગળ ધપાવવામાં બંદરની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત કરશે તેમજ ઓફશોર એસેટને કાર્યક્ષમ રીતે સેવા આફવાની ઓએનજીસીની ક્ષમતામાં વધારો કરવા વિશ્વ-સ્તરયી પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરશે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનું અદ્યતન મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિગ્રેટેડ વેરહાઉસિંગ અને મુખ્ય ઓફશોર ક્ષેત્રોની નિકટતા ઓએનજીસી અને વ્યાપક ઓઇલ અને ગેસ ક્ષેત્ર માટે કાર્યકારી કાર્યક્ષમતા, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરશે. તે ભારતની ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસને ટેકો આપશે. જીપીપીએલ માટે આ વ્યવસાયની નવી તકોનું સર્જન કરે છે અને જટિલ, ઉચ્ચ-કાર્યક્ષમ ઉકેલો પ્રદાન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે, જે ભારતના ઓફશોર લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે બંદરને સ્થાન આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
