અમદાવાદ, 20 નવેમ્બર:મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડ (MAHINDRA FINANCE) અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિ.ના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ મ્યુચ્યુઅલ ફંડ્સે આજે એનએફઓ રજૂ કર્યો હતો. ઓપન એન્ડેડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ ઈનકમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ એફઓએફ રોકાણકારોને વર્તમાન આવકવેરા કાયદાઓ અનુસાર, 24 મહિનાથી વધુ સમયગાળાના હોલ્ડિંગ પર સારૂ એવુ રિટર્ન પ્રદાન કરે છે. આ ન્યૂ ફંડ ઓફર (NFO) 21 નવેમ્બર, 2025ના રોજ ખુલશે, અને 1 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે.

આ સ્કીમનો ઉદ્દેશ સક્રિય રીતે સંચાલિત ડેટ સ્કીમ્સ અને આર્બિટ્રેજ સ્કીમ્સના મિશ્રણમાં રોકાણ કરીને લાંબા ગાળાની વેલ્થ ક્રિએટ કરવાનો છે, જે બદલાતી બજાર પરિસ્થિતિઓમાં દિશા નક્કી કરવા સુગમતા પ્રદાન કરે છે. આ મિશ્રણ રોકાણકારોને 24 મહિનાથી વધુ સમયના હોલ્ડિંગ પીરિયડ માટે કર સક્ષમતા સાથે અસ્થિર બજારમાં આર્બિટેજ સ્પ્રેડનો લાભ લેવા તેમજ ફિકસ્ડ ઈનકમાં પુનઃરોકાણના જોખમોનું સંચાલન કરવામાં મદદ કરે છે.

આ વ્યૂહરચના રોકાણકારોને આજના બજારમાં નડતાં મુખ્ય પડકારો – ફિક્સ્ડ ઈનકમમાં પુનઃરોકાણનું જોખમ, વધઘટ થતી આર્બિટ્રેજ સ્પ્રેડ અને પરંપરાગત ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ઉચ્ચ સ્લેબ-આધારિત કરવેરાને સંચાલિત કરવા માટે સારી સ્થિતમાં છે. એફઓએફની રચનાનો હેતુ 24 મહિનાથી વધુના હોલ્ડિંગ પીરિયડ માટે 12.5%ના લાંબા ગાળાના મૂડી લાભ કર સાથે પ્રમાણમાં સ્થિર પરિણામો આપવાનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)