મહિન્દ્રાએ XEV 9S રજૂ કરી
અમદાવાદ, 28 નવેમ્બર: આધુનિક જીવને આપણને ભાગ્યે જ જો કોઈ વસ્તુ આપી હોય, તો તે છે જગ્યા – અટકવાની જગ્યા, વિચારવાની જગ્યા, આપણી જાત માટે બનવાની જગ્યા, અને મહત્વના લોકો સાથે રહેવાની જગ્યા. આજે મહિન્દ્રા કંઈક તાજગીભર્યા હેતુ સાથે સાથે તે લાગણી પાછી લાવે છે: XEV 9S. આ ભારતની પ્રથમ અધિકૃત ઇલેક્ટ્રિક ઓરિજિન 7-સીટર એસયુવી છે, જે INGLO આર્કિટેક્ચર પર આધારિત છે. 70 kWh બેટરી જે 180 kW અને 380 Nm નો શ્રેષ્ઠતમ પાવર આપે છે. કુલ 6 વેરિઅન્ટ જેમાં 79 kWh થી ઉપરના ફુલ્લી લોડેડ પેક થ્રીની કિંમત એક્સ શો રૂમ રૂ. 29.45 લાખ છે
XEV 9S ભારતની બિગ ન્યૂ ઇલેક્ટ્રિક તરીકે આવી છે. આ એક બોલ્ડ વિચાર છે જેને ઇન્ટેલિજન્ટલી સ્પેસીયસ એસયુવીમાં ફેરવવામાં આવ્યો છે. આ એસયુવી એવા લોકો માટે બનાવવામાં આવી છે જેમના જીવન, સપના અને રોજબરોજની મુસાફરી મોટી થઈ રહી છે. તે એવા પરિવારો, ક્રિએટર્સ, પ્રવાસીઓ અને રોજિંદા ભારતીયો માટે બનાવવામાં આવી છે જેઓ તેમની કારમાંથી એક સરળ વસ્તુ ઇચ્છે છે:
સ્પેસનો નવો આકારઃ
XEV 9S મહિન્દ્રાની સિગ્નેચર હાર્ટકોર ડિઝાઇન ફિલોસોફીની અભિવ્યક્તિ છે. તેનું એથ્લેટિક સ્ટેન્સ, ક્લીન લાઇન્સ, ગ્લોસ ફિનિશ, ઇમર્સિવ ટેક-સમૃદ્ધ ઇન્ટિરિયર્સ અને કાળજીપૂર્વક બેલેન્સ પ્રપોઝિશન ‘પ્રીમિયમ SUV’ ની ઓળખ રજૂ કરે છે અને હેતુ તથા મહત્તમ જગ્યાની ભાવના જગાડે છે. XEV 9S વ્હીલ્સ પર શાંત સોફિસ્ટિકેશન ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
