એર ઈન્ડિયાએ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં 60થી વધુ સ્થળોએ કનેક્ટિવિટી વધારવા સ્કૂટ સાથે નવી ઇન્ટરલાઇન ભાગીદારી કરી
અમદાવાદ, 12 ડિસેમ્બર: એર ઇન્ડિયાએ આજે સિંગાપોર એરલાઇન્સ (SIA) ની ઓછી કિંમતની પેટાકંપની સ્કૂટ સાથે નવી એકપક્ષીય ઇન્ટરલાઇન ભાગીદારીની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાની સ્કૂટ સાથેની ઈન્ટરલાઈન ભાગીદારી સિંગાપોર થઈને દક્ષિણ-પૂર્વીય એશિયા, ઉત્તર એશિયા, અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પહોંચ મજબૂત બનાવશે. જે એર ઈન્ડિયાના મુસાફરોને સ્કૂટનું આ પ્રદેશોમાં 18 દેશોના 70 સ્થળો સાથેનું નેટવર્ક સીમલેસ એક્સેસ કરવા સક્ષમ બનાવશે.
આ ભાગીદારી હેઠળ એર ઇન્ડિયાના વિસ્તૃત આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં આ અનન્ય સ્થળોનો ઉમેરો થયો છે, જે અગાઉ એરલાઇનની અન્ય કોઈપણ તાજેતરની ભાગીદારી દ્વારા આવરી લેવામાં આવ્યા ન હતા: જેમાં ચીનમાં મકાઉ SAR; ઇન્ડોનેશિયામાં પડાંગ અને લાબુઆન બાજો; મલેશિયામાં કોટા કિનાબાલુ, કુચિંગ, લંગકાવી, ઇપોહ, કુઆન્ટન, મીરી, સિબુ, મલાક્કા અને કોટા ભારુ; ફિલિપાઇન્સમાં દાવાઓ અને ઇલોઇલો સિટી, થાઇલેન્ડમાં કોહ સમુઇ, ચિયાંગ રાય અને ચિયાંગ માઇ; અને વિયેતનામમાં નહા ત્રાંગ અને ફુ ક્વોક સહિતના સ્થળોનો ઉમેરો સામેલ છે.
એર ઈન્ડિયા સિંગાપોર માટે રોજિંદા દિલ્હીથી ત્રણ, મુંબઈથી બે અને ચેન્નઈથી બે ફ્લાઈટ સહિત સાપ્તાહિક 49થી વધુ ફ્લાઈટનું સંચાલન કરે છે. એર ઈન્ડિયા અને સિંગાપોર એરલાઈન્સ કોડશેર પાર્ટનર છે, જે વિશ્વભરના 60થી વધુ સ્થળો પર તેમના ગ્રાહકોને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.
એર ઈન્ડિયા અને સ્કૂટનો ઈન્ટરલાઈન પ્રવાસ ટૂંકસમયમાં જ એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ, મોબાઈલ એપ્સ અને વિશ્વભરના ટ્રાવેલ એજન્ટ સહિત તમામ માધ્યમો પર ઉપલબ્ધ થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
