અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના બોર્ડે ACC લિમિટેડ અને ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડના મર્જરને મંજૂરી આપી

અમદાવાદ, 23 ડિસેમ્બર: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, ACC લિમિટેડ અને ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડને મર્જ કરવા માટે મર્જરની બે અલગ અલગ યોજનાઓને મંજૂરી આપી છે. આ પગલાંથી એક સંકલિત ‘વન સિમેન્ટ પ્લેટફોર્મ’ ની સ્થાપના થશે.
આ એકીકરણ અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસ માટે એક નોંધપાત્ર પગલું છે, જે કદ, કાર્યક્ષમતા અને નાણાકીય ક્ષમતા સાથે એક સંકલિત અને મજબૂત કંપનીની રચના કરે છે.
- કામગીરી અને નાણાકીય સહયોગ: મર્જરથી ઉત્પાદન અને લોજિસ્ટિક્સમાં સુધારો થશે, નફાકારકતા વધશે અને શેરધારકોને લાંબા ગાળે વધુ બહેતર વળતર મળશે.
- સરળ કોર્પોરેટ માળખું: આ જોડાણ માળખાકીય ડુપ્લિકેશનને દૂર કરવા ઉપરાંત વહીવટી ખર્ચમાં ઘટાડો કરી ઝડપી, વધુ બહેતર નિર્ણય લેવામાં સહાય કરે છે. આ ઉપરાંત, ACC, ઓરિએન્ટ, પેન્ના અને સાંઘી સાથે કોઈ ચોક્કસ MSAની જરૂર નહીં રહે કારણ કે આ પેટાકંપનીઓ અંબુજા સિમેન્ટ્સનો અભિન્ન ભાગ બનશે.
- મજબૂત અને દેવામુક્ત બેલેન્સ શીટ: આ પહેલ અંબુજા સિમેન્ટ્સની ઉત્પાદન ક્ષમતા નાણાકીય વર્ષ 2028 સુધીમાં 107 MTPA થી વધારીને 155 MTPA કરવાના વ્યૂહાત્મક પ્લાન સાથે સુસંગત છે. જે મૂડીની કાર્યક્ષમ ફાળવણી અને બજારની જરૂરિયાતો માટે ત્વરિત અનુકૂલનની સુવિધા આપે છે.
- મજબૂત કંપનીમાં સીધી હિસ્સેદારી: આ વ્યૂહાત્મક જોડાણ એ માત્ર કંપનીઓનું વિલીનિકરણ નથી,પરંતુ તે શેરધારકોને સિમેન્ટ ઉદ્યોગની અગ્રણી અને ભવિષ્ય માટે સજ્જ કંપનીમાં સીધી ભાગીદારીની તક આપે છે.
- બહેતર વ્યાપ અને બજારમાં નેતૃત્વ: સૂચિત જોડાણ ભારતની બે સૌથી સ્થાપિત અને વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ (એટલે કે અંબુજા અને એસીસી ને એક એકીકૃત કોર્પોરેટ માળખા હેઠળ એકસાથે લાવે છે. ‘અદાણી અંબુજા સિમેન્ટ્સ’ અને ‘અદાણી એસીસી’ બ્રાન્ડ્સ સંબંધિત બજારોમાં તેમની અગ્રણી પ્રોડક્ટ બ્રાન્ડ્સ સાથે અગાઉની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.
- હિતધારકોલક્ષી અભિગમ: સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને પેન્ના સિમેન્ટનું અંબુજા સાથેનું મર્જર પણ મંજૂરીના વિવિધ તબક્કામાં છે. આ મંજૂરી મળ્યા પછી, તમામ હિતધારકો એક જ એકીકૃત કંપની સાથે જોડાશે.
- સંકલિત ઈએસજી લીડરશિપઃ મર્જ કરાયેલ એન્ટિટીને રિન્યુએબલ ઊર્જા અપનાવવા, લો-કાર્બન સિમેન્ટ સોલ્યુશન્સ અને સાતત્યપૂર્ણ પ્રક્રિયાઓને વેગ આપવા માટે એકીકૃત ઇએસજી ફ્રેમવર્કથી ફાયદો થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
