અમદાવાદ, 12 જાન્યુઆરીઃ આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્લોબલ બેન્ચમાર્ક પ્લેટફોર્મ લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર તેની પ્યોર લીડ બ્રાન્ડ “Ardee Lead 9997” ના લિસ્ટિંગ સાથે નોંધપાત્ર વૈશ્વિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એલએમઈએ 23 ડિસેમ્બર, 2025ની અસરથી તેના લીડ કોન્ટ્રાક્ટ્સ સામે “good delivery” તરીકે Ardee Lead 9997ને મંજૂરી આપી છે, જે પ્રોડક્ટની ગુણવત્તા, સાતત્યતા, ટ્રેસેબિલિટી અને જવાબદાર ઉત્પાદન પદ્ધતિઓને લગતા કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને વળગી રહેવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

લંડન મેટલ એક્સચેન્જ એ ઔદ્યોગિક ધાતુઓના વેપાર માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. મોટાભાગના નોન-ફેરસ મેટલ ફ્યુચર્સ બિઝનેસના તેના પ્લેટફોર્મ પર સોદા થાય છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા આર્દી ઇન્ડસ્ટ્રીઝની મજબૂત સ્થાનિક સ્થિતિ પર આધારિત છે. કંપનીની બ્રાન્ડ “Ardee” પહેલાથી જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર લિસ્ટેડ છે, જે ગ્રાહકો અને કોમોડિટી ટ્રેડર્સને અમારી પ્રોડક્ટ પ્યોર લીડ ખરીદવા અને ટ્રેડ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

કંપનીની ઉત્પાદન સુવિધાઓ પર Ardee Lead 9997નું ઉત્પાદન કરવામાં આવે છે, જેની વાર્ષિક ક્ષમતા 31 માર્ચ, 2025 સુધીમાં 1,04,025 એમટીપીએ છે, જે ગ્લોબલ ડિલિવરી સ્પેસિફિકેશન્સને પૂર્ણ કરતી હાઇ-પ્યોરિટી લીડ ઇન્ગોટ્સ પૂરી પાડે છે. 31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીએ 50થી વધુ ગ્રાહકોને સેવાઓ આપી હતી અને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્યોર લીડ અને લીડ એલોય જેમ કે લીડ કેલ્શિયમ એલોય, લીડ એન્ટિમોની એલોય, લીડ ટીન એલોય, લીડ સિલ્વર એલોય અને લીડ કેડમિયમ એલોયનો સમાવેશ થાય છે, જેનો ઊર્જા સંગ્રહ, ઈ-મોબિલિટી, ઓટોમોટિવ અને રસાયણો જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)