IPO LISTING: DCX સિસ્ટમ્સ 38% પ્રિમિયમે લિસ્ટેડ, 49% રિટર્ન
DCX સિસ્ટમ્સના શેર્સINTRADAY સ્થિતિ
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 207 |
ખૂલ્યો | રૂ. 286.25 |
વધી | રૂ. 319.75 |
ઘટી | રૂ. 286.25 |
બંધ | રૂ. 308.80 |
સુધારો | રૂ. 101.80 |
સુધારો (ટકા) | 49.18 |
અમદાવાદઃ બેંગ્લુરૂ સ્થિત ઈલેક્ટ્રોનિક સબ સિસ્ટમ, અને કેબલ હાર્નેસ મેન્યુફેક્ચરર ડિસીએક્સ સિસ્ટમ્સ લિ. (DCX Systems Ltd.)ના IPO આજે 38 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટિંગ કરાવ્યા બાદ છેલ્લે 49 ટકા પ્રિમિયમ સાથે બંધ રહ્યો છે. શેરદીઠ રૂ. 207ની ઈશ્યૂ પ્રાઈઝ સામે બીએસઈ ખાતે 38 ટકા પ્રિમિયમે 286.25ના ભાવે લિસ્ટેડ થયો હતો અને છેલ્લે 49.18 ટકા (રૂ. 101.80)ના સુધારા સાથે રૂ. 308.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
સવારે શેરબીએસઈ ખાતે 286.25ની સપાટીએ ખૂલ્યા બાદ સતત 48 ટકા વધી 319.75ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. DCX Systemsએ IPO હેઠળ રૂ. 500 કરોડ એકત્ર કર્યા હતા. ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન યોજાયેલા 25 IPOમાં સબ્સ્ક્રિપ્શન મામલે સુપરહીટ IPOમાં ત્રીજો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો ડીસીએક્સ સિસ્ટમ્સનો IPO રહ્યો હતો.છે. અંતિમ દિવસે કુલ 69.79 ગણો ભરાયો હતો. જો કે, રિટેલ પોર્શન મામલે 61.77 ગણા ભરણાં સાથે અત્યારસુધીનો હોટ ફેવરિટ IPO રહ્યો છે.
આગામી શું ટ્રેન્ડ રહેશે
કંપની એરો અને ડિફેન્સ સેગમેન્ટમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે. આગામી સમયમાં તેમાં ગ્રોથનો આશાવાદ છે. ટર્નઓવર, ઓર્ડર બુક અને નેટવર્થ મામલે મજબૂત નાણાકીય પર્ફોર્મન્સ આપી રહી છે. મધ્યમથી લોંગ ટર્મમાં શેરનો ભાવ રૂ. 600 સુધી પહોંચવાની શક્યતા માર્કેટ નિષ્ણાત આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)