અમદાવાદઃ વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ (Sula Vineyards Ltd.)નો રૂ. 960.35 કરોડનો IPO આજે રૂ. 1 પ્રિમિયમ સાથે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 357ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લે રૂ. 25.85 (7.24 ટકા) ડિસ્કાઉન્ટ સાથે રૂ. 331.15ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 357 સામે રૂ. 358ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ થોડી જ ક્ષણોમાં શેર સડસડાટ વધી 363.40ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જો કે, છેલ્લે રૂ. 331.15ની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે એક તબક્કે રૂ. 328.60ની સપાટીએ ઉતરી ગયો હતો. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટી અને કરેક્શનના માહોલ વચ્ચે ગ્રે માર્કેટમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોઈ ખાસ ચહલપહલ જોવા મળી રહી નથી. સુલા વાઈનયાર્ડ્સનો IPO ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ થયો હતો. આ ઉપરાંત અન્ય બે IPO લેન્ડમાર્ક કાર્સ અને અબનસનો IPOના ગ્રે પ્રિમિયમ ડિસ્કાઉન્ટ થયા છે. જે શુક્રવારે લિસ્ટિંગ કરાવશે.

Sula Vineyardsની ઇન્ટ્રા-ડે સ્થિતિ

ઇશ્યૂ પ્રાઇસ357
ખુલ્યો358
વધી363.40
ઘટી328.60
બંધ331.15
ઘટાડોરૂ. 25.85
ઘટાડો7.24 ટકા