અમદાવાદઃ ભારતીય શેરબજારોએ શરૂઆત મજબૂતાઇ સાથે કરી. પરંતુ અંતે સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ લેવલ્સ તોડીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 304 પોઇન્ટઘટી 60353 પોઇન્ટની અને નિફ્ટી 51 પોઇન્ટ ઘટી 18000 પોઇન્ટની નીચે 17992 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. એસજીએક્સ નિફ્ટીના સુધારાના પ્રિ- માર્કેટ ઓપનિંગ સમાચારો છેતરામણાં સાબિત થવા સાથે માર્કેટ હેવી વોલેટિલિટી વચ્ચે અથડાઇને છેલ્લે નરમ સેન્ટિમેન્ટ સાથે બંધ રહ્યું હતું. ગુરુવારે 99 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ જ્યારે 32 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ સપાટીઓ જોવા મળી હતી. 9 સ્ક્રીપ્સમાં અપર અને 2 સ્ક્રીપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી.

માર્કેટબ્રેડ્થ સતત નેગેટિવ ઝોનમાં

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ3012-18
બીએસઇ36261696-1777

ઓટો, મેટલ એફએમસીજીમાં ખરીદી, આઇટી ફાઇનાન્સમાં વેચવાલી

ડિસેમ્બરના ઓટો સેલ્સ પ્રોત્સાહક રહ્યાના સમાચારો વચ્ચે સિલેક્ટિવ ઓટો શેર્સ તેમજ મેટલ અને એફએમસીજી સેક્ટરમાં સુધારાનું હવામાન રહ્યું હતું. જ્યારે બેન્કિંગ- ફાઇનાન્સ અને આઇટી- ટેકનોલોજી શેર્સમાં ઘટાડાની ચાલ જારી રહી હતી. જોકે, એનર્જી, એફએમસીજી, ઓટો અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં એક ટકા આસપાસ સુધારા સામે ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં એક ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો હતો. જ્યારે સ્મોલકેપ અને મિડકેપ્સમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી બન્ને સંકડાયેલા રહ્યા હતા.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
JINDALSAW113.60+6.40+5.97
APOLLOTYRE338.40+17.65+5.50
JKTYRE197.80+12.45+6.72
ENGINERSIN84.85+5.95+7.54
SUBEX35.30+1.45+4.28

BSE LOOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
BAJFINANCE6,099.85-473.75-7.21
BEPL121.45-4.80-3.80
CHOLAFIN690.00-28.30-3.94
RAJESHEXPO749.50-25.55-3.30
RADICO1,014.00-33.90-3.24

નિફ્ટી 17900- 17750 વચ્ચે ઘૂંટાતો રહે તેવી શક્યતા

NIFTY એ સુધારાત્મક પેટર્નનો પ્રથમ તબક્કો 17890/60050 પર પૂર્ણ કર્યો અને ઝડપથી પાછો ફર્યો. નીચાથી રિબાઉન્ડિંગ પહેલાં તે ઓવરસોલ્ડ થયું હતું. 18100/60350 અથવા 18200/60700 સ્તરો તરફ સતત ઉપરનું વલણ રહેવાની શક્યતા વધુ છે. જ્યાં સુધી નિફફ્ટી/ સેન્સેક્સ 18270/ 61000ને પાર ન કરે અથવા 17750/ 59750ને તોડે નહીં ત્યાં સુધી બજાર રેન્જબાઉન્ડ અથડાયેલું રહેવાની સંભાવના વિશેષ જણાય છે. વ્યૂહરચના 18200 પર શોર્ટ સેલ કરવાની અને 18270 પર સ્ટોપ લોસ રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. ડાઉનસાઇડ પર, 17900/17850 વચ્ચે ખરીદીની સલાહ  17750/59750 પર સ્ટોપલોસ સાથે નિષ્ણાતો આપી રહ્યા છે.