TCSનો ચોખ્ખો નફો નિષ્ણાતોના અંદાજ કરતાં 4 ટકા ઘટ્યો
ચોખ્ખો નફો 11 ટકા વધ્યો, શેરદીઠ કુલ રૂ. 75 ડિવિડન્ડ
અમદાવાદઃ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 10846 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં રૂ. 9769 કરોડ સામે 11 ટકા વધ્યો છે. જો કે, નિષ્ણાતોના અંદાજ રૂ. 11200 કરોડ સામે 4 ટકા ઘટ્યો છે. કુલ આવકો 13.5 ટકા વધી 58749 કરોડ થઈ છે. જે ગત વર્ષે 50090 કરોડ હતી.
કંપની બોર્ડે રોકાણકારો માટે શેરદીઠ રૂ. 8 વચગાળાનું ડિવિડન્ડ અને સ્પેશ્યિલ ડિવિડન્ડ અંતર્ગત શેરદીઠ રૂ. 67 ફાળવવા મંજૂરી આપી છે. આમ, TCSના રોકાણકારોને શેરદીઠ કુલ રૂ. 75 મળશે. ત્રિમાસિક ગાળામાં શેરદીઠ કમાણી રૂ. 29.64 થઈ છે.
TCSના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને પરિણામો જાહેર કરતાં જણાવ્યું હતું કે, અમે ક્લાઉડ સેવાઓ દ્વારા સંચાલિત, વેન્ડર કોન્સોલિડેશન દ્વારા બજાર હિસ્સાના લાભો અને ઉત્તર અમેરિકા અને યુકેમાં મોમેન્ટમ સતત જળવાઈ રહ્યો છે,
TCSએ ત્રિમાસિક ગાળામાં $7.5 અબજના સોદા મેળવ્યા હતા, જે અગાઉના બે ક્વાર્ટરના ઓર્ડર કરતાં ઓછા હતા. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં કંપનીએ $8 અબજના સોદા કર્યા છે. આગળ અને વર્તમાન અનિશ્ચિતતાઓથી આગળ જોતાં, અમારું લાંબા ગાળાનો ગ્રોથ મજબૂત રહેશે. સળંગ બીજા ક્વાર્ટરમાં, TCSના ઓપરેશનલ પરફોર્મન્સમાં સુધારો જોવા મળ્યો હતો. ઓપરેટિંગ માર્જિન, વ્યાજ અને કર (EBIT) પહેલાંની અનુક્રમે 50 બેસિસ પોઈન્ટ્સથી વધીને 24.5% થઈ છે.