SENSEX- NIFTYમાં સતત 3જા દિવસે ઘટાડો, નિફ્ટી 17900 નીચે
અમદાવાદ: BSE SENSEX આજે વધુ 0.25 ટકા ઘટ્યો હતો. વૈશ્વિક બજારોના સાવચેતીના ટોન બાદ ભારતીય શેરબજારો સતત ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યા હતા.બીએસઈ SENSEX 141 POINTS ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 17900ની નીચે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE SENSEX ઉપરમાં 60,290.35 અને નીચામાં 59,632.32 POINTSની રેન્જમાં ટ્રેડ થયા બાદ 147.47 POINTS અથવા 0.25 ટકા ગગડીને 59,958.03 POINTSની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઉપરમાં 17,945.80 અને નીચામાં 17,761.65 POINTSની સપાટી વચ્ચે અથડાયા બાદ 32.50 POINTS અથવા 0.21 ટકા ઘટીને 17,858.20 POINTSની સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ- સેન્ટિમેન્ટ સાવચેતીથી નરમાઇનું
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
BSE | 3652 | 1514 | 1992 |
SENSEX | 30 | 15 | 15 |
વિવિધ સેક્ટોરલ્સની સ્થિતિ એટ એ ગ્લાન્સ
આજે ઓઈલ-ગેસ, એનર્જી, ટેલીકોમ એફએમસીજી, બેન્ક, ફાઈનાન્શિયલ અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક બાસ્ટેક સેલિંગના કારણે ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. સામે કેપિટલ ગૂડ્ઝ, ઓટો, આઈટી, ટેકનો, રિયલ્ટી અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.24 ટકા અને 0.02 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકના કયા શેર્સ વધ્યા/ ઘટ્યાં
BSE SENSEX પેકમાં અલ્ટ્રાકેમના શેરોમાં સૌથી વધુ 1.72 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેકનો, મારુતિ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી, ઈન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ અને એચડીએફસી બેન્કનો સુધરેલા શેર્સમાં સમાવેશ થાય છે. સામે રિલાયન્સ સૌથી વધુ 2.11 ટકા ઘટ્યો હતો. એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, કોટક બેન્ક, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈટીસી, ટાટા સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેન્કમાં પણ ઘટાડાની ચાલ રહી હતી.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
NATIONSTD | 4,758.85 | +783.85 | +19.72 |
SINDHUTRAD | 23.65 | +2.15 | +10.00 |
LLOYDSTEEL | 17.55 | +1.35 | +8.33 |
RATEGAIN | 361.10 | +27.25 | +8.16 |
MIRZAINT | 236.70 | +17.00 | +7.74 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
HCC | 19.10 | -0.85 | -4.26 |
SYMPHONY | 969.00 | -33.70 | -3.36 |
APCOTEXIND | 432.20 | -19.60 | -4.34 |
JINDWORLD | 415.35 | -36.40 | -8.06 |
GRANULES | 318.15 | -13.10 | -3.95 |