મુંબઇ, તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨: હાજર બજારોમાં રાહ જોવાની માનસિકતા તથા વાયદામાં એકંદર નરમ કારોબારનાં કારણે કૄષિ કોમોડિટીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે  ૮૫૬૬.૬૦ ખુલી સાંજે ૮૫૮૫.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૭૮રૂ. ખુલી ઉંચામાં ૮૫૭૮ તથા નીચામાં ૮૫૭૮રૂ. થઇ સાંજે ૮૫૭૮રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષ તથા મસાલાના વાયદામાં ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૧૬ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૩૮ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે દિવેલ તથા એરંડાનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  એરંડાના ભાવ ૭૧૩૨રૂ. ખુલી ૭૧૭૬રૂ., દિવેલનાં ભાવ ૧૪૩૭રૂ. ખુલી ૧૪૩૭રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૩૦૮૫રૂ. ખુલી ૩૦૪૦રૂ., ધાણા ૭૬૯૮રૂ. ખુલી ૭૬૯૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૨૯૦રૂ. ખુલી ૬૨૬૭રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૫૬૦રૂ. ખુલી ૧૩૫૧૨રૂ., જીરાનાં ભાવ ૩૪૯૧૦રૂ. ખુલી ૩૪૫૩૦રૂ., કપાસનાં ભાવ ૧૬૪૧.૦૦રૂ. ખુલી ૧૬૩૯.૦રૂ., સ્ટીલના ભાવ ૪૯૦૬૦ ખુલી ૪૮૯૮૦રૂ. અને હળદરનાં ભાવ  ૭૮૬૮ રૂ. ખુલી ૭૮૨૮રૂ. બંધ રહ્યા હતા.