Auto Expo 2023: તાતા પાવર EV ચાર્જિંગ સ્પેસ ઊભી કરશે
ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી યોજનાની જાહેરાત – K2K (કાશ્મીરથી કન્યાકુમારી)
ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં અંદાજે 25000 ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવાનો છે
3600+ ચાર્જિંગ પોઇન્ટ સાથે 450+ શહેરોના ચાર્જિંગ નેટવર્કને આવરી લે છે, જેમાં 23500+ હોમ ચાર્જર્સ, 240+ બસ ચાર્જર્સ અને 350 મુખ્ય નેશનલ હાઇવે પર 450+ ચાર્જિંગ પોઇન્ટ સામેલ છે
મુંબઈમાં રિયલ-ટાઇમ આધારે ચાર્જિંગ ઇન્ફ્રા પર નજર રાખવા અદ્યતન નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC) સ્થાપિત કર્યું
નવી દિલ્હી: દેશની સૌથી મોટી અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તાતા પાવરે ગ્રેટર નોઇડામાં હાલ ચાલુ ઓટો એક્ષ્પોમાં હાઇ-ટેક ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સની એની બહોળી રેન્જ પ્રદર્શિત કરી હતી. તાતા પાવરે આગામી 5 વર્ષમાં ઇ-મોબિલિટીની ઝડપી સ્વીકાર્યતાને ટેકો આપવા સમગ્ર દેશમાં અંદાજે 25000 ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય યોજના પણ શરૂ કરી છે. તાતા પાવર ઘરો, કાર્યસ્થળો, ફ્લીટ સ્ટેશન, જાહેર સ્થળો અને ઇ-બસ ચાર્જંગ ડેપો જેવા કમર્શિયલ જંકશન માટે ચાર્જિંગ સોલ્યુશન્સ સાથે દેશના દરેક ખૂણામાં ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મોખરે છે. ઇવી ચાર્જિંગ સ્પેસમાં પોતાની બહોળા કામગીરી દ્વારા કંપની હવે 3600થી વધારે સરકારી/અર્ધ-સરકારી ચાર્જર્સ અને 23500+ રહેણાક ચાર્જર્સ પ્રદાન કરે છે. આગામી પાંચ વર્ષમાં અંદાજે 25000 ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવાનો છે.જે 3600+ ચાર્જિંગ પોઇન્ટ સાથે 450+ શહેરોના ચાર્જિંગ નેટવર્કને આવરી લે છે.