અમદાવાદઃ પ્યૉર-પ્લે એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 303.60 કરોડ નોંધાવ્યો છે. કંપનીની આવકો 21 ટકા વધી રૂ. 2048.60 કરોડ થઇ છે. અમેરિકન ડોલરમાં આવક 248 મિલિયન ડોલર થઇ છે. જે સાતત્યપૂર્ણ ચલણને આધારે વાર્ષિક ધોરણે 14 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું ઇબીઆઇટી માર્જિન 18.7 ટકા નોંધાયું છે. કંપનીના સીઇઓ અને એમડી અમિત ચઢ્ઢાએ જણાવ્યું કે, ત્રીજા ત્રિમાસિક ગાળામાં પાંચમાંથી ત્રણ 10 મિલિયન ડોલરથી વધારેની ડિલ ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંબંધિત હતી. ત્રીજા ત્રિમાસિક ગાળામાં 18.7 ટકાનું ઊંચું ઇબીઆઇટી માર્જિન રેકોર્ડ કર્યું હતું, જેનાથી ત્રિમાસિક ધોરણે રૂ. 300 કરોડનો નફો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં 1.5 અબજ ડોલરના રનરેટની અમારી આકાંક્ષાને પૂર્ણ કરવા અમે વ્યૂહાત્મક રોકાણો કર્યો છે.