SENSEX 320 પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી 18110ની ઉપર બંધ
અમદાવાદઃ સોમવારે સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે થઇ છે. SENSEX 320 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી18,110ની ઉપર બંધ રહ્યો હતો. SENSEX ઉપરમાં 61,113.27 અને નીચામાં 60,761.88 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 319.90 પોઈન્ટ્સ (0.53 ટકા) વધીને 60,941.67 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,162.60 અને 18,063.45 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 90.90 પોઈન્ટ્સ (0.50 ટકા) વધીને 18,118.55 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3831 પૈકી 1608 સ્ક્રીપ્સમાં સુધારો અને 2045 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. સેન્સેક્સ પેકની 30 પૈકી 21 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો.
વિવિધ સેક્ટોરલ્સની સ્થિતિ એક નજરે
રિયલ્ટી, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો અને ટેલીકોમ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.44 ટકા વધીને અને 0.30 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકની સ્થિતિ એક નજરે
BSE SENSEX પેકમાં હિન્દુસ્તાન યૂનિલિવરના શેરોમાં સૌથી વધુ 1.94 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસિસ, એસબીઆઈ, ટાટા મોટર્સ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે. અલ્ટ્રાટેકના શેરોમાં સૌથી વધુ 4.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ અને ટાઈટનનો સમાવેશ થાય છે. NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ સન ફાર્માના શેરમાં 1.92 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં હિન્દુસ્તાન યૂનિલિવર, આઈશર મોટર્સ, યૂપીએલ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અલ્ટ્રાકેમ્કોના શેરમાં 4.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ગ્રાસિમ, એનટીપીસી, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે.