ધાનેટી, ગુજરાતઃ ભારતના અગ્રણી સ્ટેનલેસ-સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ (Venus Pipes And Tubes Ltd.)એ 31મી ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. પરિણામોના પગલે શેર ફ્લેટ બંધ રહ્યો હતો.

વિનસ પાઈપ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 11.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગતવર્ષે 8 કરોડ સામે 41.6 ટકા વધ્યો છે. આવકો 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 136.1 કરોડ રહી હતી.

કંપનીની નાણાકીય કામગીરી અંગે નિવેદન આપતા વિનસ પાઈપ્સના એમડી અરુણ કોઠારીએ જણાવ્યું હતું કે, ક્વાર્ટર દરમિયાન, કંપનીએ ટ્યુબ મિલનું વિકાસકાર્ય હાથ ધર્યું હતું. તેના પરિણામે ટ્યુબ મિલોની કાર્યક્ષમતામાં વધુ વધારો થશે. ઉત્પાદકતા અને ગુણવત્તા પર ધ્યાન આપવાને કારણે Q3FY23માં 72% YoY અને 9MFY23 માં 107% વાર્ષિક વેચાણ (બ્રાંડ્સ માટે) વધ્યું છે.

અમારા બંને ઉત્પાદનોએ વેચાણ અને જથ્થામાં મજબૂત વૃદ્ધિ દર્શાવી છે, અમે ભૌગોલિક રીતે અને અમારી સમગ્ર વેચાણ ચેનલમાં વિવિધતા લાવવાના અમારા ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નોંધપાત્ર પગલાં પણ લીધા છે. યુરોપમાં ફુગાવાના વાતાવરણ અને ભૌગોલિક રાજકીય તણાવની અસરને કારણે ક્વાર્ટર માટે નિકાસનો હિસ્સો ઘટ્યો હતો. આ માત્ર ટૂંકા ગાળાની અસર છે અને નાણાકીય વર્ષ 2024માં આવતા ત્રિમાસિક ગાળામાં તે ફરી તેજી આવશે એવો અમારો અંદાજ છે. હવે જ્યારે અમારા આયોજિત મૂડીરોકાણનો તબક્કો પૂરો થવાની તૈયારીમાં છે, અમે વધુ ઉદ્યોગોને સેવા આપવા અને આ ક્ષેત્રના અનુભવી બનવા માટે આતુર છીએ.”

કંપની પરિણામ એક નજરે

વિગતQ3FY23Q3FY22Y-o-Y (%)9MFY239MFY22Y-o-Y (%)
આવકો136.1106.228.1%376.1276.835.9%
EBITDA17.512.836.7%47.535.533.8%
ચોખ્ખો નફો11.38.041.6%30.823.630.4%