FY 2023-24: Focus can be on ITC, Maruti, Reliance, Wipro, HCL Techno. and Infosys

FY 2023-24: આઇટીસી, મારૂતિ, રિલાયન્સ, વીપ્રો, એચસીએલ ટેકનો., ઇન્ફોસિસ ઉપર રાખી શકાય ફોકસ
FY 2022-23નું સરવૈયું….. સેન્સેક્સ પેક શેર્સની એવરેજ ટોટલ વેલ્યૂની દ્રષ્ટિએ રૂ. 74812ના રોકાણ સામે રૂ. 75504ની એવરેજ ટોટલ વેલ્યૂ અર્થાત્ રૂ. 692નો પ્રોફીટ, ખાયા- પિયા કુછ નહિં, ગ્લાસ તોડા બારાઆના!!!
FY 2022-23: સેન્સેક્સ પેકની 16 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ
અમદાવાદ, 1 એપ્રિલઃ વિતેલા નાણાકીય વર્ષ 2022-23ના અંતે સેન્સેક્સ પેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો અને 14 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો છે. તે પૈકી સુધારામાં આઇટીસી, નેસ્લે, મારૂતિ, અલ્ટ્રાટેક, મહિન્દ્રા હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે. તેની સામે ઘટવામાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફીનસર્વ, ઇન્ફોસિસ, રિલાયન્સ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વીપ્રોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આઇટી, ફાઇનાન્સ કંપનીઓના શેર્સમાં ઘટાડો વધુ ઘેરો બન્યો હતો.
સેન્સેક્સ પેકની વર્ષ દરમિયાન સુધરેલી 16 સ્ક્રીપ્સ એક નજરે
COMPANY | 31-3-23 | 31-3-22 | DIFF. + Rs. |
AXIS BANK | 858 | 761 | +97 |
HDFC | 2627 | 2389 | +238 |
HDFC BANK | 1610 | 1470 | +140 |
HUL | 2559 | 2049 | +510 |
ICICI BANK | 877 | 730 | +147 |
INDUSIND BANK | 1068 | 935 | +133 |
ITC | 383 | 251 | +132 |
LARSEN | 2165 | 1755 | +410 |
M&M | 1159 | 806 | +353 |
MARUTI | 8293 | 7560 | +733 |
NESTLE | 19692 | 17377 | +2315 |
NTPC | 175 | 135 | +40 |
POWERGRID | 226 | 217 | +9 |
SBIN | 524 | 493 | +31 |
SUNPHARMA | 983 | 915 | +68 |
ULTRACEM | 7620 | 6602 | +1018 |
સેન્સેક્સ પેકની 30 સ્ક્રીપ્સમાં ધારો કે કોઇ પ્રત્યેક કંપનીનો એક એક શેર તા. 31-3-22ના રોજ ખરીદીને તા. 31-3-23ના રોજ વેચવાની સ્ટ્રેટેજી અપનાવે તો તેનું રૂ. 74812નું રોકાણ વર્ષના અંતે રૂ. 75504 થઇને ઉભું રહે. અર્થાત્ 692નો નફો… !!! ટૂંકમાં ખાયા પિયા કુછ નહિં, ગ્લાસ તોડા બારાઆના… !!!
સેન્સેક્સ પેકની વર્ષ દરમિયાન ઘટેલી 14 સ્ક્રીપ્સ એક નજરે
COMPANY | 31-3-23 | 31-3-22 | DIFF. -Rs. |
ASIAN PAINTS | 2762 | 3082 | -320 |
BAJAJ FINSRV | 1266 | 17052* (1705*) | -439 |
BAJAJ FINANCE | 5615 | 7259 | -1644 |
BHARTI AIRTEL | 749 | 755 | -6 |
HCL TECH | 1086 | 1163 | -77 |
INFOSYS | 1428 | 1907 | -479 |
KOTAK BANK | 1734 | 1755 | -21 |
RELIANCE | 2331 | 2634 | -303 |
TATA MOTORS | 421 | 434 | -13 |
TATA STEEL | 105 | 1307** (131) | -26 |
TCS | 3206 | 3739 | -533 |
TECHM | 1102 | 1499 | -397 |
TITAN | 2515 | 2536 | -21 |
WIPRO | 365 | 592 | -227 |
*BAJAJ FINSERV: STOCK SPLIT FROM RS.5 TO RS.1, BONUS ISSUE 1:1, **TATA STEEL: STOCK SPLIT FROM Rs. 10 TO Rs.1
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)