અદાણી એનર્જીની C&I વ્યવસાયને 10 ગણો વધારવાની મહત્વપૂર્ણ યોજના
અમદાવાદ, 30 જુલાઇઃ અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ તેના C&I વ્યવસાયને 10X વધારવાની યોજના બનાવી છે. આગામી પાંચ વર્ષમાં કંપનીએ વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I) વ્યવસાયને દસ ગણો વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે, જેનો હેતુ નવા સેગમેન્ટને ઈન્કમ ડ્રાઇવરમાં રૂપાંતરિત કરવાનો છે. AESL ભારતના વિકસતા ઊર્જા લેન્ડસ્કેપમાં એક મુખ્ય ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરી રહી છે.
AESL ટ્રાન્સમિશન અને વિતરણમાં કુશળતાનો ઉપયોગ ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ સાથે આકર્ષવા માટે કરી રહ્યું છે. ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન, સ્માર્ટ મીટરિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ કૂલિંગ સર્વિસીસમાં AESL પહેલેથી જ અગ્રણી રહી છે. “અમે પાંચ વર્ષમાં 7,000 MW ની કુલ લોડ માંગ પૂરી કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. જે હાલમાં 717 MW છે.” AESLનું C&I સેગમેન્ટ આવક અને નફાકારકતામાં સાધારણ યોગદાન આપી રહ્યું છે.
સેન્ટ્રલાઇઝ્ડ કૂલિંગ સર્વિસીસમાં AESL 52,000 ટન રેફ્રિજરેશન (TR) ના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે, જેમાં ભારતની 45,000 TR ની સૌથી મોટી સુવિધાનો સમાવેશ થાય છે. કંપની નજીકના ભવિષ્યમાં 2.5 લાખ TR ના પ્રોજેક્ટ્સનું લક્ષ્ય રાખી રહી છે. AESL આગામી વર્ષમાં લગભગ ₹90,000 કરોડની મજબૂત બિડિંગ પાઇપલાઇન જુએ છે.
છેલ્લા ક્વાર્ટરમાં ત્રણ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા પછી AESL આ વર્ષે ₹7,000 કરોડના મુંબઈ HVDC પ્રોજેક્ટ સહિત ચાર વધુ કમિશન કરવાની યોજના ધરાવે છે. કંપની સ્માર્ટ મીટરિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ કૂલિંગ સેવાઓના વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 26 માં કંપની 70 લાખ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખે છે. જે પૈકી એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, AESL એ 24 લાખ મીટર ઇન્સ્ટોલ કર્યા છે.
AESL એ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મજબૂત નાણાકીય કામગીરી દર્શાવતા વાર્ષિક ધોરણે ₹7,026 કરોડની આવક (28% વૃદ્ધિ) નોંધાવી છે. કર બાદ કરતા તેનો નફો 71% વધીને ₹539 કરોડ થયો છે, જે સમગ્ર વ્યવસાયિક ક્ષેત્રોમાં તેની વૃદ્ધિ દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
