અદાણી એન્ટર. અદાણી-વિલ્મરના સંયુક્ત સાહસમાંથી બહાર
અમદાવાદ, 31 ડિસેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની (“AEL”) સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLP અને વિલ્મર ઇન્ટરનેશનલ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની લેન્સ પ્રા.લિ.એ કરેલા એક કરારના અનુસંધાને લેન્સ -અદાણી વિલ્મરના અદાણી કોમોડિટીઝ લિ.પાસે કોલ ઓપ્શન અથવા પુટ ઓપ્શનની કવાયતની તારીખે હાલ રહેલા ભરપાઇ થયેલા તમામ ઇક્વિટી શેર મહત્તમ 31.06% ના સંદર્ભમાં હસ્તગત કરશે.
વધુમાં પક્ષકારો વચ્ચે સધાયેલી સંમતિ મુજબ ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગની જરૂરિયાતોનું પાલન કરવા માટે AEL અદાણી વિલ્મરમાં 13% શેર વિનિવેશ કરશે. નોંધનીય છે કે આ બન્ને છેડાની પૂર્ણતા સાથે AEL અદાણી વિલ્મરમાં તેના 44% હોલ્ડિંગમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અદાણી વિલ્મર પાસે શુક્રવાર તા. 27મી ડિસેમ્બર 2024ના રોજ રુ.42,785 કરોડ (US$ 5.0 બિલિયન) નું માર્કેટ કેપિટલાઇઝેશન હતું.
વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ એનર્જી અને યુટીલિટી,ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક્સ તથા નજીકના અન્ય સંબંધિત પ્રાથમિક ઉદ્યોગ ક્ષેત્રના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મમાં ટર્બોચાર્જિંગ વૃદ્ધિ માટે કરવામાં આવશે. AEL ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.
અદાણી વિલ્મર ભારતમાં 30,600 ગ્રામીણ નગરોમાં 100% શહેરોને આવરી લેવા માટે તેની મોજુદગી ધરાવે છે અને વૈશ્વિક સ્તરે 30 થી વધુ દેશોમાં નિકાસ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)