અમદાવાદઃ અદાણી જૂથની 1988માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઇસિસ લિ. તા. 27 જાન્યુઆરીના રોજ રૂ. 20000 કરોડના મેગા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એફપીઓની ન્યૂનતમ બિડ 4 શેર્સ માટે રહેશે. કંપની અને અદાણી જૂથ મલ્ટીપલ બિઝનેસ વેન્ચર્સમાં સંકળાયેલા ઇન્ડિયન મલ્ટીનેશનલની ખ્યાતી ધરાવે છે. જૂથની કંપનીઓમાં અદાણી પાવર, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન્સ, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇસિસનો શેર 3.70 ટકા ઘટી રૂ. 3464ની સપાટીએ બંધ રહ્યોહતો. બંધ ભાવ સાથે ઓફર પ્રાઇસ સરખાવીએ તો  રોકાણકારોને આશરે રૂ. 187 એટલેકે 5.67 ટકા ડિસ્કાઉન્ટથી શેર્સ ઓફર કરાઇ રહ્યા છે. અદાણી જૂથના મુખ્ય વ્યવસાયોઃ માઇનિંગ સર્વિસિસ, ખાદ્યતેલ અને ફુડ્સ, વોટર, ડેટા સેન્ટર, ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ, એગ્રો, સોલાર મેન્યુફેક્ચરીંગ, ડિફેન્સ એન્ડ એરો સ્પેસ, એરપોર્ટ્સ, રોડ્સ, મેટ્રો એન્ડ રેઇલનો સમાવેશ થાય છે.

IPO Details

Price Band (Rs)3112-3276
Face Value (Rs)1
Issue Open/Closing Date27-Jan-23/31-Jan-23
Fresh Issues (mn)59.1
OFS (mn) –
Total Issue (mn)59.1
Minimum Bid Qty. (Nos)4
Issue Size (Rs bn)*200
QIB / HNI / Retail50%/15%/35%
Implied Market Cap (Rs bn)*4,059

*At a higher band

અદાણી જૂથના મુખ્ય વ્યવસાયો

માઇનિંગ સર્વિસિસ, ખાદ્યતેલ અને ફુડ્સ, વોટર, ડેટા સેન્ટર, ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ, એગ્રો, સોલાર મેન્યુફેક્ચરીંગ, ડિફેન્સ એન્ડ એરો સ્પેસ, એરપોર્ટ્સ, રોડ્સ, મેટ્રો એન્ડ રેઇલનો સમાવેશ થાય છે.

Object of the Issue

  • Funding capex.
  • Repayment of debt.
Shareholding (%)Pre-IssuePost-Issue
Promoters72.669.1
Others27.430.9

Key Financials

(Rs mn)FY20FY21FY22
Revenue4,34,0263,95,3716,94,202
EBITDA22,84325,05037,132
EBITDA Margin (%)5.36.35.3
PAT10,40010,4587,877
PAT Margin (%)2.42.61.1
EPS (Rs)8.78.76.6
P/E (x)390388515
EV/EBITDA (x)181168119
EV/Sales (x)9.510.66.4
Net Worth1,82,0991,89,1002,69,284
RoE (%)5.75.52.9
Gross Debt1,16,5271,60,5144,10,238
Net Block64,46851,4301,95,991
Net Asset Turnover (x)6.77.73.5

Source: RHP