અમદાવાદ, 2 ઓગસ્ટ: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL) એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. AEL હસ્તકના વિવિધ સ્થાપિત અને  ઇનક્યુબેટીંગ વ્યવસાયોનો પોર્ટફોલિયો સ્થિરતા અને વૃદ્ધિ બંને પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ-26 ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે કંપનીનો એબિડ્ટા 5% વધીને રૂ.2,800 કરોડનો થવા સાથે તેનો ફાળો 74% થયો છે જે અદાણી એન્ટરપ્રાઇઝના ઇન્કયુબેટીંગ બિઝનેસ મોડેલને માન્ય ઠરાવે છે. નાણાકીય વર્ષ દરમિયાન તેના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાને પુરવાર કરતી અદાણી એન્ટરપ્રાઇઝ નાણાકીય વર્ષ દરમિયાન વિરાટકાય માળખાકીય અસ્ક્યામતોને કાર્યાન્વિત કરશે. જેના પરિણામ EBITDA માં વૃધ્ધિ સાથે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણમાં જોવા મળશે.

કંપનીના કોન્સોલિડેટ નાણાકીય પ્રદર્શન અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે કુલ આવક રુ22437 કરોડ થઇ છે જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.26067 કરોડ હતી. જેમાં 14%નો ફેર છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૫માં કુલ આવક રુ.1,00,365 કરોડ થઇ હતી. જ્યારે અહેવાલના સમયગાળામાં એબિડ્ટા રુ.3786 કરોડ રહ્યો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં એબિડ્ટાની આ રકમ રુ.4300 કરોડ હતી જે 12%નો ફેર દર્શાવે છે. ગત સમગ્ર વર્ષનો એબિડ્ટા રુ.16722 હતો. અહેવાલના સમય ગાળામાં કર અગાઉનો નફો રુ.1466 કરોડ થયો છે ગત નાણાકીય વર્ષના સરખા સમયમાં રુ.2236 કરોડ હતો. જે 14%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત સમગ્ર વર્ષમાં કર પહેલાનો નફો રુ.10479 હતો. જ્યારે કર બાદનો નફો રુ.734 કરોડ થયો છે જે ગત વર્ષના આ ગાળામાં રુ.1458 કરોડ હતો. જે 50%નો તફાવત દર્શાવે છે. ગત સમગ્ર નાણાકીય વર્ષના અંતે કર બાદનો નફો રુ.7112 થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)