અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ માટે USD 500 મિલિયન ની પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી
અમદાવાદ, 18 ઓક્ટોબર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ એકંદરે AELના 1 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક ઇક્વિટી શેરનું ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) સફળતાપૂર્વક સંપ્પન કરી લગભગ રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) એકત્ર કર્યા છે. આ ભરણા અંતર્ગત QIP દ્વારા કુલ 1,41,79,608 ઇક્વિટી શેર ઇક્વિટી શેર દીઠ ₹2,962ના ઇશ્યૂ ભાવે ફાળવવામાં આવ્યા છે.
9 ઑક્ટોબર 2024ના રોજ અંદાજે રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) ના કદ સાથે બજાર બંધ થયા બાદ આ ટ્રાન્ઝેકશન શરૂ કરવામાં આવ્યું હતું અને 15 ઑક્ટોબર 2024ના રોજ બજાર બંધ થયું ત્યારે. QIPને જબરજસ્ત આવકાર જોવા મળ્યો હતો, જેમાં સોદાના કદના આશરે 4.2 ગણી બિડ પ્રાપ્ત થઈ હતી. જેમાં સામેલ થનારાઓમાં રોકાણકારોના વૈવિધ્યસભર જૂથ, લાંબા ગાળાના વૈશ્વિક રોકાણકારો, મુખ્ય ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓ છે.
AELના હાલના ઇન્ક્યુબેશન પોર્ટફોલિયોમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એરપોર્ટ અને રસ્તાઓ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ સહિતની નવી એનર્જી ઇકોસિસ્ટમ તથા ઉર્જા અને ઉપયોગના ક્ષેત્રમાં ડેટા સેન્ટર સામેલ છે. કોપર, પીવીસી, સંરક્ષણ અને વિશિષ્ટ ઉત્પાદન સહિતના AELના અન્ય વ્યવસાયો, આયાત અવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારતના દેશના વિઝનને હાંસલ કરવા યોગદાન આપે છે.QIP મારફત ઉભી કરવામાં આવેલી આવકનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)