અમદાવાદ, 20 ઓક્ટોબર: વિશ્વ કેવી રીતે વધુ ટકાઉ ઊર્જાનું  ઉત્પાદન અને ઉપયોગ કરી શકે તેનું અન્વેષણ કરતી લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે માર્ચ 2024ના અંતમાં ખુલ્લી મુકાયેલી અદાણી ગ્રીન એનર્જી ગેલેરી એક એવોર્ડ વિજેતા નિશુલ્ક ગેલેરીએ અત્યાર સુધીમાં 10 લાખ મુલાકાતીઓનું ભલે પધાર્યાના બોલથી સ્વાગત કર્યું છે.

વર્તમાન સમયમાં આપણી સામેના સૌથી મોટા પડકારો પૈકીના એક આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટે જરૂરી ઝડપી ઊર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનની તપાસને સમર્પિત આ ગેલેરીમાં માનવ કલ્પના અને નવીનતા દ્વારા ઊર્જા પ્રણાલીઓનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કેવી રીતે આકાર પામે છે તે એક સાથે દર્શાવતાસમકાલીન અને ઐતિહાસિક વસ્તુઓના ધ્યાનાકર્ષક પ્રદર્શનો, મનમોહક ડિજિટલ પ્રદર્શનો અને ખાસ કમિશન્ડ મોડેલો છે. યુકે અને વિદેશની ટેકનોલોજી અને પ્રકલ્પોને પ્રકાશિત કરતી આ ગેલેરીમાં ઓર્કની પર હાઇડ્રોજન પાવરથી લઈને ભારતમાં ટેરાકોટા એર-કૂલિંગ ફેસેડ્સ અને મોરોક્કોમાં સોલાર ફાર્મ સુધીની પ્રસ્તુતિ પરિવારો અને શાળા જૂથો બંનેમાં લોકપ્રિય બની છે. ગેલેરી ખુલ્લી મૂકાયા બાદ ૧0,000 થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાતોના ભાગ રૂપે ગેલેરીનું અન્વેષણ કર્યું છે.

ઉર્જા ક્રાંતિ: ’અનનોન વર્ક્સ’ દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીના આર્કિટેક્ટ અને સ્ટુડિયોની ડિઝાઇન કરવામાં આવી હતી. તાજેતરમાં ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન માટે તેના ટકાઉ અભિગમ માટે આર્કિટેક્ટ્સ જર્નલ તરફથી રેટ્રોફિટ અને રીયુઝ એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ વિજેતા ડિઝાઇનના ભાગ રૂપે મ્યુઝિયમના જૂની વસ્તુઓના સ્ટોરમાંથી ૨00 થી વધુ બિનજરૂરી ધાતુના છજાઓનો ઉપયોગ આ ગેલેરીમાં વસ્તુઓ પ્રદર્શિત કરવા કરવામાં આવ્યો છે. સરળતાથી રિસાયકલ કરી શકાય એ હેતુથી શક્ય હોય ત્યાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીને પ્રકાશિત કરવા માટે ઊર્જા-કાર્યક્ષમ LED નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે ગેલેરીના નિર્માણ અને સતત કામગીરીમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી રહી છે.

ગેલેરીના કેન્દ્રમાં, વિજ્ઞાન અને કલાને એક કરતી, એક આર્ટ કમિશન ઓન્લી બ્રેથ છે, એક ગતિશીલ ફરતું અને ખિલતું શિલ્પ છે તે ફરકાવવામાં આવે છે ત્યારે લગભગ પાંચ મીટર વ્યાસ સુધી ફેલાય છે. ટોરસ ટોરસ સ્ટુડિયોના કલાકારો એલેક્ઝાન્ડ્રા કાર અને કોલિન રેની દ્વારા આ શિલ્પ પુનઃઉપયોગી આયનાઓ, રિસાયકલ સ્ટેનલેસ સ્ટીલ અને પવન ફૂંકતા લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. તકનીકી પરિવર્તનને પ્રેરણા આપવા માટે તે પ્રકૃતિની શક્તિ દર્શાવે છે.

વિશ્વની અગ્રણી નવીનીકરણીય ઉર્જા કંપનીઓમાંની એક અદાણી ગ્રીન એનર્જી દ્વારા અદાણી ગ્રીન એનર્જી ગેલેરીને ઉદાર સહયોગ આપવામાં આવે છે. નિશૂલ્ક પ્રવેશ આપતી આ ગેલેરી ૨૪ માર્ચ ૨૦૨૪ના દિવસે વેસ્ટ હોલમાં લેવલ ૨ પર સાયન્સ મ્યુઝિયમ ખાતે ખુલ્લી મૂકવામાં આવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)