અમદાવાદ, 17 માર્ચઃ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સ્ટેપ-ડાઉન પેટાકંપની અદાણી સોલાર એનર્જી એપ એઈટ પ્રાઇવેટ લિમિટેડે નવા સૌર ઉર્જા પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આંધ્રપ્રદેશના કડપા ખાતે 250 મેગાવોટનો નવો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ થતા અદાણી ગ્રીન એનર્જીની કુલ કાર્યરત નવીનીકરણીય ઉત્પાદન ક્ષમતા વધીને 12,591.1 મેગાવોટ થઈ ગઈ છે. AGEL 2030 સુધીમાં 5+ ગીગાવોટ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ ક્ષમતા વધારાના લક્ષ્યાંક સાથે ભારતમાં ગ્રીન પાવર ક્ષેત્રે ક્રાંતિ લાવવા પ્રતિબદ્ધ છે.

નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન  એનર્જીના સંયુક્ત ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 85% ની વૃદ્ધિ નોંધાઈ હતી. રિન્યૂએબલ એનર્જી કંપનીનો નફો 31 ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 474 કરોડ થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 256 કરોડ નોંધાયો હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની આવક રૂ. 2365 કરોડ હતી, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2311 કરોડ હતી તેની સરખામણીમાં 2.3% વધીને રૂ. 2.565 કરોડ થઈ હતી.

બ્લુમબર્ગના ડેટા અનુસાર કંપની પર નજર રાખતા 43 વિશ્લેષકોમાંથી 29 ‘બાય’ કરવાનું સૂચન કર્યુ છે જ્યારે 14 એ ‘હોલ્ડ’ રાખવાની ભલામણ કરી છે. વિશ્લેષકોએ 12 મહિનામાં ભાવ લક્ષ્યાંકોમાં સરેરાશ 28.5% નો સંભવિત ઉછાળો સૂચવ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સ્ટોકમાં છેલ્લા 12 મહિના દરમિયાન 3૦.37% નો વધારો થયો છે.

 AGEL ને ISS ESG દ્વારા એશિયામાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે RE ક્ષેત્રના ટોચના પાંચમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે CDP એ AGEL ને સપ્લાયર જોડાણ અને આબોહવા પરિવર્તન મૂલ્યાંકન માટે ટોચની શ્રેણીમાં રેટિંગ આપ્યું હતું.

ભારત સ્વચ્છ ઉર્જામાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે. 2૦ જાન્યુઆરી 2૦25 સુધીમાં ભારતની કુલ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા 217.62 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)