વોશિંગ્ટન ડી.સી., 20 જાન્યુઆરી: અદાણી સમૂહના એક અંગ કચ્છ કોપર લિ. ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન (ICA) સાથે તેના સૌથી નવા સભ્ય તરીકે  જોડાઈ છે. વિશ્વના કુલ તાંબાનું અડધો અડધ ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરતું  અને વોશિંગ્ટન ડી.સી.માં વડું મથક ધરાવતું ICA એક બિન-લાભકારી વેપાર સંગઠન છે, તેના છ ખંડોમાં 33 સભ્યો છે.

ગુજરાતના મુન્દ્રામાં વ્યૂહાત્મક રીતે સ્થિત કચ્છ કોપર એ અદાણી સમૂહની ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇસિઝની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક 0.5 મિલિયન ટન (MTPA)ની પ્રારંભિક ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપિત કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ અંદાજે $1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ કચ્છ કોપર તાંબાના કેથોડ્સ, સળિયા અને અન્ય આડપેદાશોનું પણ ઉત્પાદન હાથ ધરીને તાંબાના ઉત્પાદનમાં ભારતના સ્વનિર્ભર બનવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.

કચ્છ કોપરના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે ICAમાં જોડાવા અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે આગામી દાયકાઓમાં ભારત તાંબા અને તેના ઉત્પાદનો માટે નોંધપાત્ર હબ બનવા માટે સજ્જ છે. ICAમાં કચ્છ કોપરનું સભ્યપદ અમને ટકાઉપણાની પહેલમાં સક્રિયપણે યોગદાન આપવા તેમજ તાંબાના ઉત્પાદન ક્ષેત્રમાં નવીન આયામો અપનાવી અને ઉત્પાદનો વિકસાવવાના માર્ગને સાનુકૂળ બનાવશે એમ અમે માનીએ છીએ. આ આવશ્યક ધાતુ માટે મૂલ્ય કડીને વધારવા માટે નેટ ઝીરોમાં સંક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વૈશ્વિક કોપર સમુદાય સાથે સહયોગ કરવા અમે ઉત્સુક છીએ.

આ તકે ICA ના પ્રમુખ અને સી.ઇ.ઓ. જુઆન ઇગ્નાસિયો ડિયાઝે નવી ભાગીદારી માટે અદાણી મેટલ્સ કચ્છ કોપર લિ.ને આ સમુદાયમાં આવકારતાં ઉત્સાહભેર જણાવ્યું હતું કે ટકાઉ અને અવનવા કોપર ઉત્પાદનને આગળ વધારવાના તેમના પ્રયાસો અમારા સામૂહિક મિશનને પ્રોત્સાહિત કરવા,તાંબાની આવશ્યક ભૂમિકાને રક્ષણ આપવા અને વૈશ્વિક ડીકાર્બોનાઇઝેશન માટે જરૂરી ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવામાં મજબૂતી બક્ષે છે તેની અમને ખુશી છે. ખાસ કરીને એવા પ્રદેશોમાં તાંબાના વિકાસને બળ આપવા તેના મુખ્ય આયામો વિસ્તરી રહયા છે ત્યારે તેમની હાજરીથી અમે ઉત્સાહિત છીએ.      

ICA બોર્ડના ચેરમેન ગ્લેનકોરના સ્ટીફન રોલેન્ડે ઉમેર્યું હતું કે કચ્છ કોપરનું ICAમાં સભ્યપદ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને કોપર માટે નવા આયામો વિકસાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને તાકાતવાન બનાવે છે. અમે તેમના સહયોગમાં રહી ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન લાવવાના તેમના પ્રયાસોને સમર્થન આપવા માટે ઉત્સાહિત છીએ. બીજો તબક્કો સફળ રીતે સંપ્પન્ન થયે તે પહેલા તબક્કાને સમકક્ષ ક્ષમતા ઉમેરશે. કચ્છ કોપર કુલ 1 MTPA ની ક્ષમતા હાંસલ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)