અદાણી પોર્ટ-મુંદ્રાએ 100 MMT કાર્ગો હેન્ડલ કર્યો
મુંદ્રા, 6 ઓકટોબર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. APSEZ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 MMT કાર્ગો હેન્ડલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 MMTનો ટાર્ગેટ છે. નોંધનીય છે કે ગત વર્ષે 28 ઓક્ટોબર, 2023ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
પાછલા ક્વાર્ટરમાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તદઉપરાંત અદાણી પોર્ટ્સ મુંદ્રા ખાતે સપ્ટેમ્બર માસમાં 1637 ટ્રેન થકી 1,84,000 કન્ટેનરો હેન્ડલ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે જેમાં 766 ડબલ-રેક કન્ટેનર ટ્રેન થકી 43,000 કન્ટેનર પરિવહન કરમાં આવ્યા છે જે ગત જુલાઇ 2024 ના 1,74,000 કન્ટેનર હેન્ડલિંગના રેકોર્ડને વટાવી જાય છે, એ સિવાય સાઉથ પોર્ટ રેલવે હેડ અને એક્ઝિમ યાર્ડમાં અનુક્રમે 1,44,696 અને 38,313 રેકોર્ડ બ્રેક કન્ટેનર મુવમેન્ટ થવા પામી હતી જે અગાઉના કન્ટેનર હેન્ડલિંગ રેકોર્ડને વટાવી જાય છે. 181 દિવસમાં 100MMT કાર્ગો હેન્ડલિંગ થકી અદાણી મુંદ્રા પોર્ટ ભારતીય પોર્ટ અને શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં મોખરે રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)