અદાણી પોર્ટ્સના કાર્ગો સંચાલનમાં 14% અને કન્ટેનર વોલ્યુમમાં 20% વાર્ષિક વૃદ્ધિ
અમદાવાદ, 3 ડિસેમ્બર: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નવેમ્બર ૨૦૨૫માં મજબૂત કામગીરી દર્શાવતા કુલ 41 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 14% નો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર વોલ્યુમમાં 20% વાર્ષિક વધારો અને ડ્રાય કાર્ગોમાં 10% ના વધારાને કારણે નોંધાઈ હતી. અદાણી પોર્ટ્સમાં 16% ના વધારા સાથે ₹1,770 નું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે. મજબૂત ઓપરેશનલ કામગીરી, કાર્ગો વૃદ્ધિ તેમજ સંકલિત લોજિસ્ટિક્સ અને મરીન સેવાઓનો ખાસ ઉલ્લેખ કરી બ્રોકરેજ ફર્મે કંપનીમાં મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક બંદર મુન્દ્રા પોર્ટનું સંચાલન કરે છે. YTD ના આધારે જોઈએ તો, કંપનીએ 325.4 MMT પોર્ટ કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 11% નો વધારો દર્શાવે છે, જેમાં કન્ટેનરમાં 21% અને ડ્રાય કાર્ગોમાં 5% વૃદ્ધિનો સમાવેશ થાય છે. YTD દરમિયાન લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમ 469,835 TEUs (13% વાર્ષિક વધારો) સુધી પહોંચ્યું તો GPWIS વોલ્યુમ 14.3 MMT (1% વાર્ષિક વધારો) હતું.
અદાણી પોર્ટસ કંપનીના વૈવિધ્યસભર રોકાણો નાણાકીય વર્ષ 26 માં 505–515 MMT કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યને ટેકો આપે છે, જેમાં નાણાકીય વર્ષ 28 સુધીમાં 8% કાર્ગો વોલ્યુમ વૃદ્ધિ અને ડબલ ડિજીટની આવક, EBITDA અને PAT CAGR નો અંદાજ છે.
વર્તમાન ક્ષમતામાં વધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક સંપાદન નાણાકીય વર્ષ 26 અને ત્યારબાદના સમયગાળામાં સ્થિર વૃદ્ધિ તરફ દોરી જશે તેવી અપેક્ષા છે. વૈશ્વિક વેપાર માર્ગોમાં મહત્વપૂર્ણ કડી તરીકે મુન્દ્રા પોર્ટ કન્ટેનર, બલ્ક અને લિક્વિડ કાર્ગો સહિત વિવિધ પ્રકારના કાર્ગોનું સંચાલન કરે છે. અદાણી પોર્ટ્સ નવીનતા અને વિસ્તરણ સાથે માળખાગત સુવિધાઓમાં ભારતની ભાવિ સિદ્ધિઓ માટેનો માર્ગ મોકળો કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
