અદાણી પોર્ટ્સ ગોપાલપુર પોર્ટનો 95 ટકા હિસ્સો ખરીદશે, શેર 2 ટકા વધ્યો
અમદાવાદ, 26 માર્ચઃ ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટરે 26 માર્ચે જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ઓડિશાના ગોપાલપુર પોર્ટમાં રૂ. 1,349 કરોડના ઈક્વિટી મૂલ્યમાં 95 ટકા હિસ્સો હસ્તગત કરશે. રિયલ એસ્ટેટ ગ્રુપ શાપૂરજી પાલોનજી ગ્રુપ (SP ગ્રુપ) પાસેથી 56 ટકા અને ઓરિસ્સા સ્ટીવેડોર્સનો 39 ટકા હિસ્સો ખરીદશે.
અદાણી પોર્ટ્સનો શેર આજે બીએસઈ ખાતે 2.07 ટકા ઉછાળા સાથે 1307.50ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. 11.41 વાગ્યે 1.64 ટકા ઉછાળા સાથે 1302 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેની વાર્ષિક ટોચ 1356.50 અને વાર્ષિક બોટમ 571.35
અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “GPL (ગોપાલપુર પોર્ટ) અદાણી ગ્રુપના સમગ્ર ભારતના પોર્ટ નેટવર્કમાં ઉમેરો કરશે, પૂર્વ કોસ્ટ વિ વેસ્ટ કોસ્ટ કાર્ગો વોલ્યુમ પેરિટી અને APSEZના સંકલિત લોજિસ્ટિક્સ અભિગમને મજબૂત બનાવશે.”
પોર્ટ આયર્ન ઓર, કોલસો, ચૂનાના પત્થર, ઇલમેનાઇટ અને એલ્યુમિના સહિત ડ્રાય બલ્ક કાર્ગો બિઝનેસમાં કાર્યરત છે.
એસપી ગ્રુપે જણાવ્યુ હતું કે, “ગોપાલપુર પોર્ટ અને ધરમતર પોર્ટનું નોંધપાત્ર એન્ટરપ્રાઈઝ મૂલ્ય પર આયોજિત ડિસઈન્વેસ્ટમેન્ટ અમારા ગ્રૂપની પ્રોજેક્ટ વિકાસ અને બાંધકામમાં અમારી મુખ્ય શક્તિઓને મૂડી બનાવીને સંપત્તિમાં તબદીલ કરવાની અને પ્રમાણમાં ટૂંકા ગાળામાં હિસ્સેદાર મૂલ્ય બનાવવાની ક્ષમતાદર્શાવે છે.”
શાપુરજી પાલોનજી ગ્રુપે 2017માં પોર્ટ હસ્તગત કરી બિલ્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થિર ઉદ્યોગ જોડાણો સાથે કામગીરી શરૂ કરી હતી. પોર્ટ હાલ વાર્ષિક 20 મિલિયન ટન ફ્રેઈટ સાથે ક્ષમતાના ઉંચા સ્તરો સાથે કાર્યરત છે.
ગોપાલપુર પોર્ટ અને પેટ્રોનેટ એલએનજીએ ગ્રીનફિલ્ડ એલએનજી રિગેસિફિકેશન સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું છે, જે પોર્ટને સ્થિર, લાંબા ગાળાના રોકડ પ્રવાહ આપશે. શાપૂરજી પલોનજી ગ્રુપને આ ડીલ અંગે ડોઇશ બેન્ક દ્વારા સલાહ આપવામાં આવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)