ADANI POWERના નાણાકીય વર્ષ-26 ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર
અમદાવાદ, 30 જાન્યુઆરી: અદાણી પાવર લિ. (APL) એ 31ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક અને 9માસિક નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. અદાણી પાવરે માંગમાં કામચલાઉ વિક્ષેપ છતાં મજબૂત નફો નોંધાવ્યો છે ક્ષમતા વિસ્તરણ માટે AA રેટેડ નોન કન્વર્ટીબલ ડિબેન્ચર દ્વારા રૂ. 7,500કરોડ એકત્ર કર્યા છે. સમીક્ષાના સમય ગાળામાં 3.2 ગીગાવોટ માટે નવું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. વિસ્તરણ ક્ષમતાના જોડાણો 11.7 ગીગાવોટ સુધી થતા હવે હાલની ક્ષમતાના 90% પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. સંપાદનના ચાર મહિનામાં 600મેગાવોટ ક્ષમતાનો બુટીબોરી પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત નીચા દરો છતાં સમીક્ષાના ગાળામાં સતત સ્થિર આવક રૂ.12,717 કરોડ સતત મજબૂત એબિટ્ડા રૂ. 4,636કરોડ રહ્યો છે. જ્યારે સમાન ગાળામાં કર પછીનો મજબૂત નફો રૂ. 2,488કરોડ થયો છે.
વીજ ક્ષેત્રમાં સમીક્ષાના ગાળામાં સમગ્ર ભારતમાં વીજળીની માંગ 0.1% ઘટીને 392.2 અબજ યુનિટ થઈ હતી જે ગત નાણાકીય વર્ષના સરખા ગાળામાં 392.6બિલીયન યુનિટ હતી. ચાલુ નાણા વર્ષના 9 માસમાં માંગમાં 0.5% નો વધારો થયો છે. જે ગત નાણાકીય વર્ષ 25ના 9માસમાં 1,280બિલીયન યુનિટ હતી.
IEX ડે અહેડ બજારમાં સરેરાશ માર્કેટ ક્લિયરિંગ ભાવ નાણા વર્ષ 26ના ત્રીજા ત્રિમાસિકમાં 13.2% ઘટીને કીલોવોટ દીઠ રૂ. 3.22 અને 9 મહિનામાં 14.1% ઘટીને કીલોવોટ દીઠ રૂ. 3.85/ થયો છે. સમીક્ષા અહેવાલના સમયમાં મહત્વની કામગીરી અંતર્ગત આસામ ડિસ્કોમ તરફથી 3,200મેગાવોટનો નવો લાંબા ગાળાનો પાવર ખરીદી કરાર થયો છે. વહેલા અને લાંબા ચોમાસાને કારણે માંગમાં વિક્ષેપ થવા છતાં, ત્રીજા ત્રિમાસિકમાં એકીકૃત વીજ વેચાણ વોલ્યુમ 23.6બિલિયન યુનિટ થયું છે. જે ગત નાણા વર્ષના સરખા સમય દરમિયાન 23.3બિલિયન યુનિટ હતું.
નાણાકીય વર્ષ-૨૬ના નવ માસ દરમિયાન વધુ અસરકારક સંચાલન ક્ષમતાને કારણે એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ 3.4% વધીને 71.8બિલિયન યુનિટ થયું છે જે ગત વર્ષના આ ગાળામાં 69.5 બિલિયન યુનિટ હતું. નીચા વીજ વેચાણ દર અને અન્ય ઓછી આવકને કારણે ચાલુ નાણા વર્ષના નવ માસમાં એકીકૃત અવિરત કુલ આવક રૂ. 40,524 કરોડ થઇ હતી. જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.41,951કરોડ હતી.
મજબૂત એકીકૃત સતત એબિટ્ડા રૂ. 15,713કરોડ સામે ગત નાણા વર્ષ-ના નવ માસમાં રૂ. 16,478કરોડ રહ્યો હતો. ચાલુ વર્ષના નવ માસમાં કર પહેલાનો સતત નફો રૂ. 9,896કરોડ હતો. જે ગત વર્ષના સરખા સમયમાંરૂ. 10,679કરોડ થયો હતો. નવા હસ્તગત કરવામાં આવેલા પ્લાન્ટના વધુ અવમૂલ્યનથી ઓછા નાણાકીય ખર્ચ દ્વારા સરભર થયો હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનાના ગાળામાં કર પછીનો મજબૂત સંકલિત નફો રૂ. 8,700કરોડ થયો હતો. જે ગત નાણાકીય વર્ષના 9માસની તુલનામાં એક વખતની અગાઉની આવકમાં ઘટાડો થવાને કારણે રૂ. 10,150 કરોડ થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
