Adani Powerને મહારાષ્ટ્રને 1600 મેગાવોટ વીજ પુરવઠો આપવા LoA મળ્યો
અમદાવાદ, 16 માર્ચ: અદાણી પાવર લિ.(AAPL)ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL) તરફથી તેના આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પો(USCTPP)માંથી 1600મેગાવોટ વીજ પુરવઠો આપવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો હોવાની માહિતીઆજે આપી હતી.
અદાણી પાવર અત્યંત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાંપ્રતિ કીલોવ્હોટ દીઠ રુ.5.30 ના સંયુક્ત ટેરિફ પર વીજળી ઓફર કરી કંપની સૌથી નીચા-ટેરિફ બિડર તરીકે ઉભરી આવી હતી.પ્રસ્તાવિત 25-વર્ષના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) હેઠળ વીજપુરવઠો નાણાકીય વર્ષ 2030-31થી શરું થશે. થર્મલ પાવર સેક્ટરમાં આવેલા રોકાણના નવા ઉછાળાના સમય દરમિયાન અદાણી પાવર માટે આ LoAવધુ એક PSAની જીત દર્શાવે છે.
નવી ઉત્પાદન ક્ષમતાના અગ્રણી પ્રદાતા તરીકે પ્રસ્થાપિત અદાણી પાવર 2032સુધીમાં 100ગીગાવોટ થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાના રાષ્ટ્રના લક્ષ્યને હાંસલ કરવામાં અવિરત યોગદાન આપી રહીછે. નાણા વર્ષ 25-26દરમિયાન અદાણી પાવરએ 10,400મેગાવોટની સંયુક્ત ક્ષમતા સાથે લાંબા ગાળાના પાંચPSA માટેની બિડ જીતી છે.
અદાણી પાવરે હાલની 23.8ગીગાવોટની અમલીકરણ હેઠળની તેની પાઇપલાઇનમાંથી 13.3 ગીગાવોટના ક્ષમતા માટે લાંબા ગાળાના PSA કરીનેતેની લગભગ સંપૂર્ણ ક્ષમતા સુરક્ષિત કરવાના તેના હેતુની પરીપૂર્તિ માટેએક મહત્વનુંપગલું ભર્યુંછે. અદાણી પાવરની હાલની18.15 ગીગાવોટની કાર્યકારી ક્ષમતામાંથી હવે95%થી વધુ ક્ષમતા મધ્યમ-થી-લાંબા ગાળાના PSA હેઠળ આવરી લીધીછે.આગામી પ્રસ્તાવિત 23.8 ગીગાવોટની ક્ષમતામાંથી 55% થી વધુ ક્ષમતા 25-વર્ષના PSAથીસુરક્ષિત છે. આ બાબતવોલ્યુમ અને આવકની મજબૂત દૃશ્યતા અને સ્થિરતા પ્રદાન કરે છે.
નાણાકીય વર્ષ 31-32સુધીમાં તેની વર્તમાન ક્ષમતા 18.15 ગીગાવોટથી વધારીને 41.7ગીગાવોટ કરી રહી છે, જેમાં આશરે રૂ.2 લાખ કરોડનું રોકાણ છે. ભારતની ઝડપથી વધતી વીજળીની માંગ સાથે આ પ્રકલ્પો સુસંગત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
