અમદાવાદ, 11 સપ્ટેમ્બર: અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ. દ્વારા તેને કુલ 4600 મેગાવોટ ક્ષમતાનો કરાર આપવામાં આવ્યો હોવાની માહિતી આપતા કંપનીએ ​​જણાવ્યું કે અદાણી પાવર લિ. ને આજે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ તરફથી ગ્રીન શુ ઓપ્શનહેઠળ 800 મેગાવોટની વધારાની ક્ષમતાનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ જ બિડિંગ પ્રક્રિયામાં 800 મેગાવોટ ક્ષમતાનો પ્રારંભિક એવોર્ડ જીતવામાં કંપની  સફળ રહી હોવાના અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છેપરિણામે હવે કરારની કુલ ક્ષમતા 7200 મેગાવોટે પહોંચી છે.કંપની પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓના નિર્માણ માટે લગભગ રૂ. 21,000 કરોડનું રોકાણ કરશે.

કોલસા આધારિત વીજ ખરીદીમાં નવીન ગ્રીનશૂ મિકેનિઝમનો સમાવેશ ભારતમાં થર્મલ પાવર ટેન્ડરમાં ગ્રીનશૂ વિકલ્પને અપનાવવાનો આ પ્રથમ નૂતન અભિગમ છે. જેનાથી મધ્યપ્રદેશને વધતા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં મદદ મળવા ઉપરાંત રાજ્યની ઉર્જા સુરક્ષામાં વધારો કરશે.

ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પાવર પ્લાન્ટ માટે કોલ લિન્કેજની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રકલ્પના નિર્માણના વિવિધ તબક્કાઓ દરમિયાન નવથી 10 હજાર રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને પ્રકલ્પ કાર્યરત થયા બાદ બે હજાર લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન કરશે તેવી આશા છે. આ વિષે રાજ્ય ડિસ્કોમ સાથે યોગ્ય સમયે પાવર સપ્લાય એગ્રીમેન્ટ  અમલમાં મૂકવાની કંપનીની અપેક્ષા છે.

સપ્ટેમ્બર 2024માં અદાણી પાવરને અદાણી ગ્રીન એનર્જી સાથે મળી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ૫,૦૦૦ મેગાવોટ સૌર અને 1,600 મેગાવોટ થર્મલ મળી કુલ 6,600 મેગાવોટ વીજ પુરી પાડવા સંબંધી લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મે 2025 માંતેને રાજ્યમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી 1,600 મેગાવોટ વીજ પુરવઠો આપવા માટે લેટર ઓફ એવોર્ડ  મળ્યો છે. ગત ઓગસ્ટમાં કંપનીને રાજ્યમાં સ્થાપિત થનારા નવા પાવર પ્લાન્ટમાંથી 2,400 મેગાવોટ વીજળી આપવા માટે બિહાર સરકાર તરફથી લેટર ઓફ એવોર્ડ  મળ્યો છે. મધ્યપ્રદેશ સરકાર તરફથી ગયા મહિને કંપનીને 800 મેગાવોટ ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. હવે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ  દ્વારા ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ ફાળવવામાં આવેલી ક્ષમતા વધીને 1,600 મેગાવોટ થઈ છે.

ભારતની વધતી જતી બેઝ લોડ માંગને સુરક્ષિત કરવા માટે અદાણી પાવર ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચ કાર્યક્રમનો અમલ કરી રહી છે. તેની હાલની સંચાલન ક્ષમતા 12 થર્મલ પાવર પ્લાન્ટ (TPP) થી 18.15 GW છે અને 2031-32 સુધીમાં 41.87 GW ની કુલ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનું કંપનીનું લક્ષ્ય  છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)