અદાણી એનર્જી સોલ્યુશન્સે રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો
અમદાવાદ, 22 જાન્યુઆરી: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ પહોંચાડી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ કંદર્પ પટેલે કહ્યું કે દેશના કેટલાક અતિશય બિનઆયોજિત પ્રદેશોમાંથી નવીનીકરણીય ઉર્જાના કાર્યક્ષમ સ્થળાંતરને મજબૂત કરી તેને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડીને કંપની ભારતના ડીકાર્બોનાઇઝેશન તરફના પ્રયાણમાં અહમ ભૂમિકા ભજવી રહી છે. આ પ્રોજેક્ટને ન્યૂનતમ પર્યાવરણીય અસર સાથે સમયસર સંપ્પન કરવા માટે અમે અદ્યતન ટેકનોલોજી અને પ્રેક્ટિસનો ઉપયોગ કરશું એમ તેમણે ઉમેર્યું હતું. એચવીડીસી અસ્ક્યામતો ધરાવતી ખાનગી ક્ષેત્રની AESL એકમાત્ર કંપની જ છે, જેને લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશન માટે પસંદ કરવામાં આવે છે. પેટાકંપની AEML દ્વારા ભાડલા-ફતેહપુર પ્રોજેક્ટ એ મુન્દ્રા-મહેન્દ્રગઢ પ્રોજેક્ટ અને અમલીકરણ હેઠળના આરે-કુડુસ પ્રોજેક્ટ આગળ વધારી રહી છે ત્યારબાદનો AESLનો ત્રીજો HVDC પ્રોજેક્ટ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)