અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ સપ્તાહમાં નરમાઇનો ટોન નોંધાવ્યા પછી ભારતીય શેરબજારોમાં સોમવારે 3 દિવસની પીછેહટ પછી તમામ સેક્ટોરલ્સમાં રાહત રેલી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 846.94 પોઇન્ટના સુધારા સાથે 60747.31 પોઇન્ટ અને નિફ્ટી 241.70 પોઇન્ટના સુધારા સાથે 18101.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં એટલો હેવી વધારો નહિં આવે તેવો આશાવાદ તેમજ ચાઇનિસ ઇકોનોમિ ફરી ખુલી રહ્યાના અહેવાલોની સાનુકૂળ અસર તળે ભારતીય શેરબજારો આજે ગેપઅપથી ખૂલ્યા હતા. જેના કારણે સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા-ડે 989 પોઇન્ટ ઉછળી 60889.41 પોઇન્ટની ટોચે પહોંચ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સને બાદ કરતાં 9 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો હતો. ખાસ કરીને ટીસીએસના રિઝલ્ટ્સ પૂર્વે આઇટી ઇન્ડેક્સ 2.54 ટકા અને ટેકનોલોજી ઇન્ડેક્સ 2.61 ટકા ઊછળવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારાનો ટોન જોવા મળ્યો હતો.

એક ટકાથી વધુ સુધારો નોંધાવનારા ઇન્ડાઇસિસ

IndexOpenHighLowCurrent ValueCh (pts)Ch (%)
SENSEX60,147.060,889.4160,109.9460,747.31846.941.41
Energy8,841.378,924.198,835.328,902.07121.401.38
IT28,143.2828,758.5428,143.2828,723.30711.322.54
AUTO29,110.0229,408.3629,110.0229,347.04336.241.16
BANKEX48,314.5548,653.8848,051.6748,563.59511.061.06
CG33,540.0033,876.7533,540.0033,826.75425.921.28
METAL20,856.3521,065.9920,856.3520,981.80312.571.51
OIL & GAS20,678.8820,797.2020,643.1820,739.93231.361.13
POWER4,333.794,398.204,333.794,390.2777.171.79
TECK13,159.9613,451.9613,159.9613,438.13341.432.61

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીથી સુધારા તરફી

સેન્સેક્સ પેકની મારૂતિ, બજાજ ફીનસર્વ અને ટાઇટનને બાદ કરતાં 27 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. તે પૈકી આઇટી શેર્સ અગ્રેસર રહ્યા હતા. બીએસઇ ખાતે પણ કુલ ટ્રેડેડ 3799 પૈકી 2009 સ્ક્રીપ્સમાં સુધારો અને 1627 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
CGPOWER289.25+19.50+7.23
GODFRYPHLP2,125.65+130.30+6.53
FILATEX47.10+4.25+9.92
SINDHUTRAD22.25+2.00+9.88
KEC514.50+28.35+5.83

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
KANSAINER402.90-16.20-3.87
MOREPENLAB33.15-1.50-4.33
CEATLTD1,674.55-66.15-3.80
PRAJIND356.70-10.80-2.94
GATI151.05-8.40-5.27