અમદાવાદ: ઇલેક્ટ્રિકલ ગુડ્ઝ કંપની પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ (PIL)એ અમદાવાદમાં HOHM –સ્માર્ટ ઓટોમેશન સોલ્યુશન શોરૂમ લોંચ કર્યો છે. HOHM શો રૂમ સ્માર્ટ ઓટોમેશન અને પોલિકેબની ઇનોવેટિવ પ્રોડક્ટ્સનો અનુભવ કરવા માટે વન-સ્ટોપ ડેસ્ટીનેશન બની રહેશે. આ શો રૂમનું ઉદઘાટન પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત જયસિંઘાની અને પ્રેસિડન્ટ તથા ચીફ માર્કેટિંગ ઓફિસર નિલેશ મલાણીએ કર્યું હતું. HOHMની પ્રોડક્ટ્સમાં લાઇટીંગ કન્ટ્રોલથી માંડીને એર કન્ડિશનિંગ કન્ટ્રોલ, સ્માર્ટ ટચ પેનલ, સેફ્ટી અને સિક્યોરિટી તથા એવી કન્ટ્રોલનો સમાવેશ થાય છે. પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત જયસિંઘાનીએ જણાવ્યું હતું કે,  ગ્રાહકોની જરૂરિયાતો હવે વધુ આધુનિક અને સ્માર્ટ ચીજોમાં પરિવર્તિત થઈ છે. પ્રોડક્ટ-ફિચર આધારિત પ્રયાસનો પરંપરાગત અભિગમ હવે કોઇને આકર્ષતો નથી અને એક સમૃધ્ધ અનુભવને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જે અંતે તો ઊંચી જીવનશૈલીમાં પરિણમશે.